Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

અમદાવાદના વટવા વિસ્તારમાં શંકાશીલ પતિએ પુત્રની નજરની સમક્ષ પત્નીની ગળું દબાવીને હત્યા કરી દેતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: વટવામાં શંકાશીલ પતિએ પુત્રની નજર સામે જ ગળું દબાવીને પત્નીની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં પત્ની ફોન ઉપર કોઇની સાથે વાત કરતી હતી, જેની શંકા રાખીને પતિએ સાડીથી ગળે ટૂંપો આપીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. વટવા પોલીસે ખૂનનો ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ કેસની વિગત એવી છે કે  વટવા ચાર માળિયા મકાન પાસે વસંત ગજેન્દ્રગડકર નગર  ખાતે રહેતા શાહરુખ  સલીમભાઇ શેખ (ઉ.વ.૨૩)એ પોતાના પિતા સલીમભાઇ મોહરઅલી શેખ  સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે પોતાના પિતાએ જ્યોતિબહેન  ઉર્ફે જ્યોતિકાબહેન સાથે  પ્રેમ લગ્ન કર્યા હતા, ગઇકાલે  રાતે ફરિયાદી તેમજ તેમના મોટા ભાઇ જમીને  બ્લોક નીચે ગયા હતા. જ્યાં રાતે ૧૦.૩૦ વાગે પડોશી એ ફોન કરીને જાણ કરી હતી, તમારા માતા-પિતા વચ્ચે તકરાર ચાલી રહી છે.

જેથી ફરિયાદી યુવક તુરંત ઘરે પહોંચી ગયો હતો અને જોયું તો પિતા યુવકના પિતા તેન મમ્મીનું  સાડીથી ગળુ દબાવી રહ્યા  હતા આ દ્વશ્ય જોઇને પુત્રએ પિતાને સાઇડમાં ખસેડીને માતાને બેડરૃમમાં સુવાડતાં  માતાના નાક અને કાનમાંથી લોહી નીકળતા લાગ્યું હતું, જેને લઇને પડોશીે ૧૦૮  એમ્બ્યુલન્સ બોલાવતાં એમ્બ્યુલન્સમાં હાજર ડોક્ટરે તપાસ કરતાં માતાને મરણ જાહેર કરાયા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે હત્યાનો આરોપી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(5:37 pm IST)