Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વડોદરાના આજવારોડ વિસ્તારમાં 22વર્ષીય એન્જીનીયરે આગમ્ય કારણોસર આપઘાત કરી જીવનલીલા સંકેલી લેતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ નવજીવન  પાસે બંસરી સ્ક્વેરમાં રહેતો હર્ષિત સંજયભાઇ રાણા એપોલો કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી  કરે છે.તેનો ભાઇ અને માતા પિતા પણ નોકરી કરે છે.ગઇકાલે હર્ષિતને સાંજે નોકરી જવાનું હોય ઘરે એકલો હતો.જ્યારે તેનો ભાઇ અને માતા પિતા નોકરી પર ગયા હતા.સાંજે તેનો ભાઇ ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો.તેણે દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,હર્ષિતે દરવાજો ખોલ્યો નહતો.હર્ષિત મોબાઇલ પણ રિસિવ કરતો નહતો.જેથી,પાડોશીઓને બોલાવી દરવાજો તોડાવ્યો હતો.ઘરમાં ગયા ત્યારે હર્ષિત ફાંસો ખાધેલી હાલતમાં હતો.જે અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ.અર્જુનભાઇએ ઘટનાસ્થળે  જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસને કોઇ અંતિમચિઠ્ઠી કે મોબાઇલમાં કોઇ મેસેજ મળ્યો નથી.જેથી,પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે  કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવની  પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ વિનય સોસાયટી નજીક કૃષ્ણનગરમાં રહેતા મુકેશ અર્જુનભાઇ ભાલિયા(ઉ.વ.૩૭) ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેમની પત્ની અને છોકરો પિયર ગયા હતા.જ્યારે તેમની છોકરી સામેના ઘરે રહેતા કાકાના ઘરે વાંચવા માટે ગઇ હતી.તે દરમિયાન મુકેશ ભાલિયાએ અગમ્ય કારણોસર સાડી વડે ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(5:36 pm IST)