Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં ફેકટરીમાં ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ બનાવડાવી 29.04લાખ ન ચૂકવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરની ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ બનાવડાવી ૨૯.૦૪ લાખ રૃપિયા નહી ચૂકવનાર અમદાવાદના બે ભાઇઓ સામે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયારોડની વૈકુંઠ સોસાયટીમાં રહેતા કમલેશ જશવંતલાલ જયસ્વાલની મકરપુરા જી.આઇ.ડી.સી.માં વિરાજ ઇલેક્ટ્રોમ નામની કંપની છે.કમલેશ જયસ્વાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી કંપનીમાં ઇલેક્ટ્રિક પેનલ બને છે.વર્ષ-૨૦૧૫ માં સણસોલી નેનપુર  ચાર રસ્તા  પાસે આવેલી દિપ એન્જિનિયર નામની કંપનીના પ્રકાશ  બાબુલાલ હરસુરા અને તેમના ભાગીદાર દિપેશ બાબુલાલ હરસુરા(બંને રહે.સત્યપથ સોસાયટી,આશાપુરી સોસાયટીની બાજુમાં,ઘોડાસર કેનાલ  પાસે,અમદાવાદ)ની ઓળખાણ મારા સાળા ગૌતમ જયસ્વાલના મિત્ર પ્રજ્ઞોશ પટેલ સાથે થઇ હતી.તેમની કંપનીની પ્રોડક્ટ માટે ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલની જરૃરિયાત હોય અમારી વચ્ચે ફોન પર વાતચીત થઇ  હતી.બંને ભાગીદાર મારી કંપનીમાં આવ્યા હતા.તેઓએ તેમની ડિઝાઇન મુજબની પેનલ ખરીદવાની વાત કરી હતી.અને તા.૨૦-૦૫-૨૦૧૫ ના રોજ ઇ-મેલ કરી પરચેઝ ઓર્ડર આપ્યો હતો.મેં તેઓને એક કંટ્રોલ પેનલ કિંમત રૃપિયા ૯.૬૩ લાખની બનાવી આપી હતી.તેના પૈસા તેઓએ મને ટૂકડે ટૂકડે ચૂકવી આપ્યા હતા.મને વિશ્વાસ આવતા તેઓની સાથે ધંધો શરૃ કર્યો હતો.વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી મેં ૬૯.૨૯ લાખનું કામ કર્યુ હતું.મારે તેઓની પાસેથી ૨૯.૦૪  લાખ લેવાના બાકી નીકળતા હતા.પરંતુ,આજદિન સુધી મને મારા બાકી નીકળતા રૃપિયા આપ્યા નથી.

(5:30 pm IST)