Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કાળાઘોડા બસમા ચડતી મહિલાનું પાકીટ ચોરી કરનાર ચોરને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમરકસિંહ,નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામા પાકીટ ચોરી તથા ચેન ચોરી અંગેના બનતા બનાવો અટકાવવા કામગીરી કરવા સુચનાના પગલે તા .૦૨ / ૧૨ / ૨૦૨૧ના રોજ તોફીક ભાઇ નીઝામભાઇ શેખ( રહે.રાજપીપલાના)ઓએ આપેલી ફરીયાદ મુજબ તા .૦૧ / ૧૨ /૨૦૨૧ના રોજ બપોરના આસરે સાડા બારેક વાગ્યે તેમના બહેન રાજપીપલાથી ઉમલ્લા ખાતે જતા હતા તે વખતે કાલાઘોડા ખાતેથી બસમાં બેસીને ઉમલ્લા જતા હતા તે વખતે તેમનુ પાકીટ ( લેડીસ પર્સ ) જોવા મળેલ નહી ત્યારબાદ ગઈકાલ તા .૦૨ / ૧૨ / ૨૦૨૧ ના રોજ રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપી જેમાં જણાવ્યા મુજબ પાકીટમાં ડ્રાઇવીંગ લાઇસન્સ , આધાર્કાર્ડ , પાનકાર્ડ , બે એ.ટી.એમ.એક કંટ્રી કલ્બનુ એંટ્રીકાર્ડ તથા આશરે ૧૫૦૦ / - રૂ.રોકડા હોય આ બાબતે  ગુન્હો રજી.કરી તપાસ હાથ ધરતા ઇન્ચાર્જ ટાઉન પી.આઈ. એમ.બી. ચૌહાણ તથા ડી.સ્ટાફના પોલીસ કર્મચારીઓ અને ટાઉન પશ્ચિમ,બીટ ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બીજલભાઈ નાઓની સાથે કાલાઘોડા બનાવવાળી જગ્યાએ જતા એક શંકાસ્પદ શખ્શ મળી આવેલ જેની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ યશવંતભાઇ ભાઇદાસભાઇ ઢાલવાલે મરાઠી નાએ પાકીટ ચોરી કરેલ હોવાની કબુલાત કરી અને પાકીટ બાબતે પુછતા તેની સાથે રહેનાર સુનીતાબેન ઇશ્વરભાઇ યશવતભાઇ ખંડારી હાલ રહે.વડીયા જકાતનાકા પાસે એ સંતાડેલ હોય તે જગ્યાએ જતા સુનીતાબેનનાએ સંતાડેલ પર્સ શોધી કાઢી તમામ દસ્તાવેજ અને રોકડા રૂપિયા રીકવર કરી બને ની અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(11:23 pm IST)