Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ઉત્તર ગુજરાતમાં ગુજકટોકનો પ્રથમ કેસ નોંધાયો: કડીમાં 6 આરોપીઓની ધરપકડ

આરોપીઓ લૂંટ,ધાડ, હત્યાની કોશિશ, ખંડણી, શારીરિક ઇજાઓ, હથિયાર ધારો, કુખ્યાત ગુનેગારોને શરણ આપવા જેવા ગુનામાં સામેલ

કડી પોલીસ સ્ટેશનમાં ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ઉત્તર ગુજરાતનો પ્રથમ ગુનો નોંધાયો છે. કડી પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લૂંટ,ધાડ, હત્યાની કોશિશ, ખંડણી, શારીરિક ઇજાઓ, હથિયાર ધારો, કુખ્યાત ગુનેગારોને શરણ આપવા જેવા ગુનામાં સામેલ હતા.

  કડીમાં મહેસાણા પોલીસ, SOG, LCB અને કડી કસ્બામાં નાઇટ કોમ્બીંગ કરીને કાર્યવાહી કરી સીરાજભાઇ ઉર્ભે જીગલી, સાહિર ઉર્ફે રબારી, મકબુલભાઇ વેપારી, અલ્તાફ ઉર્ફે કાન, વાસીમમિયા શેખ અને સાકીર વેપારી નામના છ કુખ્યાત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ છેલ્લા 10 વર્ષથી વિવિધ 25 જેટલા ગુનામાં સંડોવાયેલા હતા. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક રૂહિ પાયલા તપાસ કરશે

 

અમદાવાદમાં સરખેજ,વેજલપુર અને અસલાલી વિસ્તારમાં આતંક મચાવતી સુલનાત ગેન્ગ સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. સુરતમાં પણ કુખ્યાત ટામેટા ગેંગ ઉપર GCTOC અંતર્ગત ગુનો નોંધાયો હતો.

રાજકોટમાં પ્રધુમન નગર પોલીસે એજાજ ખીયાણી, ઇમરાન મેણું સહિત 11 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એજાજ ખીયાણી અન તેની ટોળકી 2011થી 2020 સુધી 76 જેટલા ગુના આચરી ચુકી છે. પોલીસે આ આરોપીઓ સામે GUJCTOCનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

(9:41 pm IST)