Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રખડતા ઢોર અડફેટે મોત બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને પશુ માલિક વિરુદ્ધ માનવવધનો ગુન્હો :ગુજરાતમાં પ્રથમ વખત

અમદાવાદમાં ઢોરની અડફેટે ચડેલા યુવાનનું મોત બાદ હાઇકોર્ટએ પણ આ પરિવારને વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપતા કૃષ્ણનગર પોલીસે માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ધટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.   

 તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું.  ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ  ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલને ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ રખડતાં ઢોરના લીધે એક માતાએ લાડકવાયો ગુમાવ્યો તો પત્નીએ જીવન સાથીનો સાથ ખોયો, આ મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા કારણકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની લાલચમાં આ પરિવારનો ઘર સંસાર ઉજાડી દીધો છે. હાલ આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. હાઇકોર્ટએ પણ આ પરિવારને વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપતા કૃષ્ણનગર પોલીસે માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(12:21 am IST)