Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સુરતમાં બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુની ડુપ્લીકેટ બનાવી વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

પુણાગામ સ્થિત રાજમહેલ શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાંથી કંપનીની અલગ અલગ ડુપ્લીકેટ કોસ્મેટિકનો જથ્થો મળી આવ્યો

સુરતમાં બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુની ડુપ્લીકેટ બનાવી વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. હિન્દુસ્તાન યુનિલિવર પ્રાઇવેટ લિમિટેડ કંપની સહિત વિવિધ બ્રાન્ડેડ કંપનીની એજન્સી ધરાવતા મુંબઈ મલાડના દિપક બાબુભાઇ પટેલે સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી

  દિપકે ફરિયાદમાં જૈમિલ નરેશભાઈ વેલજીભાઈ બરોળિયા અને કેનિલ વિનુભાઈ જાસોલિયા નામના શખ્સો બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરી અલગ અલગ કોસ્મેટિક પ્રોડકટોનું બજારમાં ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે તેવું લખાવ્યું હતું. ફરિયાદને આધારે સુરત સાયબર સેલે  ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. .

સાયબર સેલ  દ્વારા કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ દિપક બાબુભાઇ પટેલને સાથે રાખી પુણાગામ સ્થિત રાજમહેલ શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કંપનીની અલગ અલગ ડુપ્લીકેટ કોસ્મેટિકનો જથ્થો મળી આવ્યો હતો. સુરત પોલીસ સાયબર સેલે  આરોપી શખ્સોની ધરપકડ કરી કુલ 26 લાખથી વધુની કિંમતનો ડુપ્લીકેટ કોસ્મેટિક સહિતનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.  

 

(10:47 pm IST)