Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણીમાં ૧૦ નવેમ્‍બર સુધીનો વધારો

સરકારનો ખેડૂતલક્ષી નિર્ણયઃ કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત

રાજકોટ તા. ૩ : રાજય સરકારે ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય કર્યો છે મગફળી ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતોએ તા.ર૪ ઓકટોબર સુધીમાં નોંધણી કરાવવાની હતી તે મુદત સરકારે વધારીને ૧૦ નવેમ્‍બર સુધીની કરી છે. કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે.

ગ્રામીણ કોમ્‍પ્‍યુટર ઓપરેટરોની હડતાલની અસર ઓનલાઇન નોંધણી પર આવી છે. સરકારી વર્તુળોના જણાવ્‍યા મુજબ સૌરાષ્‍ટ્રમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટરોની હડતાલની નોંધપાત્ર અસર નથી. સરકારે ખેડુતોની સરળતા માટે ઓનલાઇન નોંધણીની મુદત તા.ર૪ ઓકટોબરના બદલે ૧૦ નવેમ્‍બર સુધી લંબાવી છે.મગફળીની ખરીદી ર૯ ઓકટોબર લાભ પાંચમથી થશે. મગફળી ખરીદી શરૂ થયા બાદ પણ તા.૧૦ નવેમ્‍બર સુધી ખરીદી ઉપરાંત નોંધણીની પ્રક્રિયા ચાલુ રહેશે.અત્‍યાર સુધીમાં ર૮ હજાર ખેડૂતોની નોંધણી થઇ છે.

(1:44 pm IST)