Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

યાત્રાધામ પાવાગઢમાં વાતાવરણમાં પલટો : ધુમ્મ્સભર્યા માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચ્યા

યાત્રાળુઓને રોપવે સુવિધા બંધ હોવાથી પગથિયાં ચડીને મંદિર સુધી જવું પડ્યું: પગથીયા અને મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામી

વડોદરા અને આસપાસના વિસ્તારના લોકો પાવાગઢ જવાનું પસંદ કરે છે. એક બાજુ વાવાઝોડાથી શહેરમાં નુકસાન પણ થયુ છે બીજી બાજુ કાળઝાળ ગરમીમાંથી લોકોને ઠંડકનો અહેસાસ થતા હિલ સ્ટેશન પાવાગઢમાં ભારે ભીડ જોવા મળી હતી. તો વળી અનેક ભક્તો અટવાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના દિવસે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવેલા હજારો શ્રદ્ધાળું ભક્તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અટવાયા હતા. શ્રદ્ધાળુ ભક્તોની ભારે ભીડને કારણે માચી ખાતે વાહનોની લાંબી કતારો લાગી જતા તળેટીમાંથી માચી જતા દર્શનાર્થી ભક્તોના વાહનો પોલીસે અટકાવી દીધા હતા. વાવાઝોડાને કારણે સુવિધા બંધ કરી દેવામાં આવતા શ્રદ્ધાળુ ભક્તોએ મહાકાળી માતાના દર્શને માચીથી મંદિર સુધી ચાલતા જવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ માચી પહોંચેલા યાત્રાળુઓને રોપવે સુવિધા બંધ હોવાથી પગથિયાં ચડીને મંદિર સુધી જવું પડ્યું હતું.એટલે પગથીયા અને મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામી હતી. આહ્લાલાદક વાતાવરણમાં મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શને પહોંચ્યા હતા.

(11:57 pm IST)