Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

વડોદરાના યાત્રીઓને નડ્યો બિહારમાં અકસ્માત :ખાનગી ટ્રાવેલ્સને અકસ્માતમાં મહિલાનું મોત: 15થી વધુને ઇજા

મોત નીપજેલ મહિલા હંસાબેનના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ તેમના મૃતદેહને વડોદરા લવાશે

વડોદરાની ખાનગી ટ્રાવેલ્સની બસમાં દર્શન અર્થે ગયેલા યાત્રીઓને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. યાત્રિઓની ખાનગી ટ્રાવેલ્સ બસને બિહારના ફરાસાઈ ગામે અકસ્માત નડ્યો હતો. જે સમયે બસને અકસ્માત નડ્યો તે સમયે બસમાં અંદાજે 30થી વધુ મુસાફરો સવાર હતા.  

આ અકસ્માતમાં 15થી વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં વડોદરાના કંડારી મુકામે રહેતા હંસાબેનનું મોત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ ખસેડી અન્ય ઈજાગ્રસ્તોને દરભંગાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, અકસ્માતમાં મોત નીપજેલ મહિલા હંસાબેનના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ તેમના મૃતદેહને વડોદરા લવાશે.

બીજી તરફ ઘટના અંગે જાણ થતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સતત બિહારના સાંસદ સાથે સતત સંપર્કમાં છે. વડોદરાના સાંસદ બિહારના સાંસદ સાથે ઈજાગ્રસ્તોને તમામ મદદ કરવા વાત કરી છે. જેથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તમામ પ્રકારની મદદ આપવાની બિહારના સાંસદે ખાતરી આપી છે. આ અંગે રંજનબેન ભટ્ટ જણાવે છે કે,અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રામસુંદર યાદવ અને મદનજીનો મને ફોન આવ્યો હતો. તેમણે મને ઘટના અંગે જણાવી હતી. જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે વાત કર્યા બાદ સ્થિતિની માહિતી મેળવી હતી. જે બાદ ત્યાંના સાંસદ સાથે વાત કરી. તેઓ હાલ દિલ્હીમાં છે. છતાં ત્યાં રહ્યા રહ્યા તેમણે તમામ સુવિધાઓ પૂરી પાડી છે. ત્યાંના કલેકટર સાથે પણ વાત કરી તેમણે જણાવ્યું કે, 6 લોકો ગંભીર છે. તે સ્થળ પર હાજર છે.

.

   
(11:55 pm IST)