Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

આગામી ચૂંટણીને ધ્યાને લઇ છત્તીસગઢ ખાતેની મિટિંગમાં આપ નર્મદાના નિરંજન વસાવાની ખાસ હાજરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : બસ્તર લોકસભા અંતર્ગત બે વિધાનસભામાં જગદલપુર અને ચિત્રકોટમાં રેલી અને જન સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખ અને સહ ઇન્ચાર્જ નિરંજનભાઈ વસાવાએ ભાગ લીધો હતો.
  આ કાર્યક્રમમાં વિવિધ વિધાનસભાઓમાં સંગઠનના વિસ્તરણની ચર્ચા કરવામાં આવી જેમાં છત્તીસગઢના સહ પ્રભારી નિરંજન વસાવા સહિત બસ્તર જિલ્લાના ચિત્રકૂટ વિધાનસભાના પદાધિકારીઓ સાથે આમ આદમી પાર્ટીની આગામી દિવસોમાં મહા રેલીની તૈયારી માટે વિવિધ સ્થળો પર મીટિંગમા પહોંચ્યા હતા.
નિરંજન વસાવા નર્મદા જિલ્લા માં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની સાથે સાથે છત્તીસગઢનાં પ્રભારીની પણ જવાબદારી સંભાળી રહ્યા છે માટે આવનારી વિધાનસભાની ચૂંટણી ને ધ્યાન પર લઈ ચૂંટણી ને લગતા અનેક કાર્યક્રમો માં તેઓ હાજરી આપી તેમને આમ આદમી પાર્ટી તરફથી  આપેલી જવાબદારી ખુબ સારી રીતે સંભાળી આમ આદમી પાર્ટી ને વિજયી બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

   
(9:57 pm IST)