Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

નર્મદા માં વરસાદ સાથે વીજળી પડતાં વેલચંડી ગામના પશુપાલકની ભેંસ નું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રવિવારે નર્મદા જિલ્લા માં અચાનક વાતાવરણ માં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકયો હતો જેમાં અનેક ઠેકાણે મસમોટા વૃક્ષો તૂટી પડવાની ઘટના બની સાથે સાથે ગરુડેશ્વર તાલુકાના વેલચંડી ગામના એક પશુપાલક ની દુધાળી ભેંસ નું વીજળી પડતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે
વેલચંડી ગામમાં રહેતા રાકેશભાઈ મંગાભાઈ વલવી નાં જણાવ્યા મુજબ રવિવારે સવારે પડેલા જોરદાર વરસાદ માં અચાનક વીજળી પડતા તેમના ઘરના આંગણા માં ખૂટે બાંધેલી દુધાળી ભેંસ પર વીજળી પડવાથી તેનું મોત થયું છે.

   
(9:56 pm IST)