Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

આગામી 10 તારીખે આખા રાજપીપળામાં સવારે 7 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં કોઈને કોઈ કામગીરી માટે અવાર નવાર લાઈટો બંધ રાખવામાં આવતા પ્રજા કંટાળી ચૂકી છે, ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી માટે પણ બે થી ત્રણ વખત મરામત માટે લાઈટો આખો આખો દિવસ બંધ રખાયા બાદ પણ મામૂલી વરસાદ માં લાઈટો બંધ થઈ જાય છે તો વીજ કંપની એકજ દિવસે યોગ્ય કામગીરી કેમ કરી શકતી નથી તેવા પ્રશ્નો પ્રજામાં ઉઠે છે

  ગત 30 મેનાં દિવસે રાજપીપળામાં કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો તેમ છતાં આગામી 10 જૂને પુનઃ આખા રાજપીપળામાં લાઈટો સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી બંધ રાખવાની વીજ કંપની દ્વારા જાહેરાત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રાજપીપળા ની સાથે સાથે અલગ અલગ તારીખોમાં અન્ય ગામોના ફીડર પર પણ લાઈટો બંધ રખાશે તેમ વીજ કંપની નાં ઇજનેર તરફથી જાણવા મળ્યું છે.

(9:54 pm IST)