Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

સુરતના બારડોલીમાં લેપટોપ, મોનિટરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ:ચાર આરોપીઓની ધરપકડ : 253 લેપટોપ સહિત 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

એક આરોપી ઇરફાનને વોન્ટેડ જાહેર: ચોરીનો માલ લેનાર ઇરફાન લેપટોપનું સેમ્પલ લઇ મુંબઈ ગયો હોવાથી પોલીસ પકડથી દૂર

બારડોલીમાં લેપટોપ અને મોનિટરની ચોરી કરતી ગેંગ પોલીસ સકંજામાં આવી ગઇ છે. નાગપુર અને બારડોલી પોલીસે સંયુક્ત ઓપેરશન કરી લેપટોપ અને મોનિટરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ 4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જો કે એક આરોપી ઇરફાનને વોન્ટેડ જાહેર કરાયો છે

ચોરીનો માલ લેનાર ઇરફાન લેપટોપનું સેમ્પલ લઇ મુંબઈ ગયો હોવાથી પોલીસ પકડથી દૂર છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લેપટોપ અને મોનિટરની ચોરી કરનાર શખ્સે બારડોલીમાં રહેતા ઈરફાન નામના શખ્સને 253 લેપટોપ આપ્યા હતા. અને બારડોલીના કોબા પાર્ક પાસે છેલ્લા બે દિવસથી કન્ટેનર પાર્ક હતું. મહત્વનું છે કે બેંગ્લોરથી લેપટોપ અને મોનિટર ભરીને દિલ્લી જતા ટ્રેલરની ચોરી થઇ હતી. નાગપુર પાસે બીજા ટ્રેલરમાં ભરી તમામ લેપટોપ મોનિટરની ચોરી કરવામાં આવી હતી.

(8:13 pm IST)