Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટોઃ ગાજવીજ સાથે મેઘાની મહેરઃ વીજ પુરવઠો ખોરવાયો

હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ ખાબક્યો

અમદાવાદઃહવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરમાં કાંકણોલ, હડિયોલ, બળવંતપુરા, બેરણામાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે.

તો બીજી તર આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ માહોલ જોવા મળ્યો છે. સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મોડાસાના દઘાલીયા, ઇસરોલ, ટીંટોઇ, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. માલપુર અને મેઘરજ પંથકમાં પણ વરસાદનો વાતાવરણ જોવા મળ્યુ છે.

(11:14 am IST)