Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગરૂડેશ્વર તાલુકાના સમગ્ર વિસ્તારને “No Drone Zone” તરીકે જાહેર કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ગરૂડેશ્વર તાલુકાના સમગ્ર વિસ્તારને તા.૦૪/૦૩/૨૦૨૧ ના બપોરના ૧૨.૦૦ કલાકથી તા.૦૭/૦૩/૨૦૨૧ ના ૨૪.૦૦ કલાક દરમ્યાન “No Drone Zone” તરીકે  જાહેર  કરાયેલ છે.આ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાની અમલવારી તા.૦૪/૦૩/૨૦૨૧ ના બપોરના ૧૨.૦૦ કલાકથી તા.૦૭/૦૩/૨૦૨૧ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(10:43 pm IST)