Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ધારીખેડા સુગર ફેક્ટરીની સામે શેરડી ભરેલા ટ્રેક્ટરે મો.સા.ને અડફ્ટમાં લઇ ગંભીર ઇજા કરતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર સામે ટ્રેક્ટર ચાલકે મો.સા.ને અડફ્ટમાં લઇ ગંભીર ઇજાઓ કરી હતી.
 પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના રૂંઢ ગામના જગુભાઇ નાગજીભાઇ વસાવાની ફરિયાદ મુજબ ટ્રેકટર નંબર GJ.22.3732 ના ચાલકે પોતાના ટ્રેકટરમાં શેરડી ભરીને પ્રતાપનગર તરફથી ધારીખેડા સુગર ફેકટરીમાં ખાલી કરવા માટે આવતા હતા. આ વખતે સુગર ફેક્ટરી કંમ્પાઉંડ તરફ ટર્ન મારતા મો.સા.નો ચાલક સવૈયલાલ નાગજીભાઇ વસાવાને રોડ ઉપર અડફેટમાં લઇ એકસીડન્ટ કરી ગંભીર પ્રકારની ઇજાઓ પોહચાડી નાશી જઇ ગુનો કર્યો હોય આમલેથા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:41 pm IST)