Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ડાર્ક કાચવાળી ૧.૭૮ લાખ ગાડીઓ પકડાઇઃ રૂપીયા પ.૧૬ કરોડ દંડ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા. રાજયના મોટર વાહનોમાં ડાર્ક ફિલ્‍મની મળેલી ફરીયાદો અંગે કોંગ્રેસના હિંમતસિંહ પટેલ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં વાહન વ્‍યવહાર મંત્રીએ જણાવ્‍યું હતું કે તા. ૩૧-૧ર-ર૦ ની સ્‍થિતિએ સરકારી તથા ખાનગી વાહનોમાં ડાર્ક ફિલ્‍મ લગાડી હોવાની વાત સાચી છે.

રાજયમાં છેલ્લા બે વર્ષમાં રાજયના મોટર વાહનોમાં સરકારી તથા ખાનગી વાહનોમાં કારમાં આવી ફિલ્‍મ લગાડેલ વાહનો અંગે કુલ ૧૭૮૯૪૮ કેસ થયેલ છે. આ કેસની તપાસના અંગે કુલ રૂા.પ,૮૦,૬પ,૪૬૮/- ની રકમ વસુલાત કરવામાં આવી છે.

આવા કોઇપણ કિસ્‍સાઓ ધ્‍યાને આવતા જશે. તેમ તેમ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(4:43 pm IST)