Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગુજરાતી મનોરંજન જગત ના અનેક દિગ્ગજોની વિશેષ ઉપસ્થિતિ માં કચ્છના સફેદ રણની ધરતી પર ટેન્ટ સીટી ખાતે "Gujarat Tourism Film Excellence Awards Gujarati 2019 - 2020" સમારંભ દબદબાભેર યોજાયો

જાણીતા સ્વરકાર ગૌરાંગ વ્યાસ નું દ્વારકાદાસ સંપત લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી તથા નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ "હેલ્લારો" ની ટીમનું પણ વિશેષ એવોર્ડ થી સન્માન : અમદાવાદ ની જાણીતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તીહાઇ - ધ મ્યુઝીક પીપલ નું કચ્છના સફેદ રણ ખાતે ન ભુતો...ભવ્ય આયોજન : સફેદ રણ ની ધરતી પર ઉતરી પડ્યું આખે આખું ગુજરાતી ફિલ્મ જગત :બોલીવુડ ના એવોર્ડ જેવું જ દબદબા આયોજન

અમદાવાદ..તા.૪ : ગુજરાતી ફિલ્મો માટે પ્રથમ વખત સફેદ રણની ધરતી પર ટેન્ટ સીટી ખાતે દબદબાભેર યોજાયો Gujarat Tourism Film Excellence Awards Gujarati 2019 - 2020. ગુજરાતી ફિલ્મ જગત માટે માસ્ટર સ્ટ્રોક સમાન આ પ્રથમ ઘટના હતી. આ સમગ્ર ઇવેન્ટ ને ગુજરાત ટુરીઝમ, રણોત્સવ ટેન્ટ સીટી સહિત અનેક દિગ્ગજ પ્રાયોજકો નો ટેકો મળ્યો હતો.

એવોર્ડની છણાવટ કરીએ તો સૌથી વધુ એવોર્ડ મેળવવામાં ગુજરાતી ફિલ્મ "મોન્ટુ ની બીટ્ટુ" ૮ એવોર્ડ સાથે અગ્રેસર રહી,  જ્યારે ફિલ્મ "૪૭ ધનસુખ ભવન" એ પાંચ અને ફિલ્મ "ગોળ કેરી", "યુવા સરકાર" અને "અફરા તફરી" એ ચાર ચાર એવોર્ડ મેળવ્યા.

શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખની ફિલ્મ "ગોળ કેરી" ને જાહેર કરવામાં આવી. શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ફિલ્મ "મોન્ટુ ની બીટ્ટુ" ના વિજય ગીરી બાવા અને શ્રેષ્ઠ દિગ્દર્શક ક્રીટીક ચોઇસ માં ફિલ્મ " ગુજરાત ૧૧" ના શ્રી જયંત ગીલાતર ને જાહેર કરવામાં આવ્યા. શ્રેષ્ઠ એક્ટર માં ફિલ્મ "મોન્ટુ ની બીટ્ટુ" માટે મૌલિક જગદીશ નાયક અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ફિલ્મ " ગોળકેરી" માટે માનસી પારેખ ગોહિલ ને જાહેર કરાયા. શ્રેષ્ઠ નવોદિત એક્ટર માં ફિલ્મ "રઘુ સી.એન.જી. ના ઇથાન વાદે તથા ફિલ્મ "યુવા સરકાર" ના હર્ષલ માંકડ"હેયાન" તથા અભિનેત્રી માં ફિલ્મ "અફરા તફરી" માટે ખુશી શાહ ની પસંદગી કરવામાં આવી હતી.

    સમગ્ર પરીકલ્પના આ પ્રકારની ઇવેન્ટ ના માસ્ટર માઇન્ડ કહી શકાય તેવા અભિલાષ ઘોડા એ તૈયાર કરી હતી. અભિલાષ ઘોડા ઇવેન્ટ ઉપરાંત ટેકનીકલ, સાંસ્કૃતિક બાબતો, મેનેજમેન્ટ સહિત ફિલ્મ જગત અને મીડીયા સાથે પણ ઘનીષ્ઠ સંબંધો ધરાવે છે.

આ અંગે વધુ વિગતો આપતા તીહાઇ - ધ મ્યુઝીક પીપલ ના CEO અભિલાષ ઘોડા એ જણાવ્યું હતું કે આજે મને સંતોષ થયો છે કે મારી એક પરીકલ્પના, અનેક શુભેચ્છકો, પ્રાયોજકો, મીત્રો અને ખાસ કરીને દિવસ રાત એક કરીને Micro Management સાથે કટીબધ્ધ મારી ટીમ ને કારણે સફળતાપુર્વક શક્ય બની છે.

વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ને આ એવોર્ડ માટે આમંત્રણ આપવામાં આવ્યું. કુલ ૨૭ સુંદર ફિલ્મોની એન્ટ્રી અમને આ સ્પર્ધા માટે મળી જેના નોમીનેશન્સ અમે ગત તારીખ ૩૧ જાન્યુઆરી એ જાહેર કરેલા. તે નોમીનેશન્સ માંથી અમારી જ્યુરી દ્વારા પસંદ કરાયેલા શ્રેષ્ઠ કલાકારો/કસબીઓ નું સફેદ રણના ટેન્ટ સીટી ખાતે તૈયાર કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સ્ટેજ પરથી ઉપસ્થિત ખાસ મહાનુભાવો ના વરદહસ્તે ખાસ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ગુજરાતી ફિલ્મોના આ પ્રકારના કાર્યક્રમો ને Next Leval પર લઇ જનાર આ ઇવેન્ટ હતી તેવું અનેક દિગ્ગજો નો પ્રતિભાવ હતો.

ગુજરાત ને જેણે ગાતું કર્યું તેવા ગુજરાતના ગૌરવ સમા સ્વ. શ્રી અવિનાશ વ્યાસ ના પુત્ર અને જાણીતા સ્વરકાર/સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ નું સ્વ. દ્વારકાદાસ સંપત લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું. તો

૨૦૧૯ ની ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" કે જેને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે. યોગાનુયોગ છે કે "હેલ્લારો" કચ્છની ધરતી પર શુટ થયેલી ફિલ્મ છે જેને આ સમારંભ માં વિશેષ સન્માન થી નવાજવામાં આવી.

આ એવોર્ડ સમારંભ માં બોલીવુડ ના થ્રી ઇડીયટ ફેમ શર્મન જોશી, બીગ બોસ ફેમ રશ્મિ દેસાઈ, દિપક ઘીવાલા, રાગીણી, જાણીતી બોલીવુડ પરફોર્મર કરીશ્મા કર, પાર્થિવ ગોહિલ, એશા કંસારા, માનસી પારેખ, પ્રીનલ ઓબેરોય, આનંદી ત્રીપાઠી, ભુમી ત્રીવેદી, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, જીગરદાન ગઢવી, સીધ્ધાર્થ ભાવસાર, સુચિતા વ્યાસ, ઇશાની દવે, પ્રીન્સ ગુપ્તા, રાજુ સાવલા, ઓજસ રાવલ, હેમાંગ દવે, સ્મીત પંડ્યા, ભરત ચાવડા, વ્યોમા નાન્દી, ડેનીશા ઘુમરા, આર્જવ ત્રીવેદી, આકાશ ઝાલા, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, નેત્રી ત્રીવેદી, ખુશી શાહ, સંજય ગોરડિયા, સુજાતા મહેતા, વંદના પાઠક, ધર્મેશ વ્યાસ, સુરભી વ્યાસ, મૌલીક નાયક, હેપ્પી ભાવસાર નાયક, ચેતન દૈયા, ભાવિની ગાંધી, ખુશ્બુ જાની, મૌલીકા પટેલ, ગાયત્રી રાવલ, માનસ શાહ,  કૌસ્તુભ ત્રિવેદી, રાજેન્દ્ર બુટાલા, લતેશ શાહ, વિજય રાવલ, વિપુલ વિઠ્ઠલાણી, વંદના વિઠ્ઠલાણી, વિનોદ સરવૈયા, કીજલ ભટ્ટ,  મેહુલ બુચ, ભાવિની જાની, મોરલી પટેલ, જાગૃતિ ઠાકોર, બંસી રાજપૂત, જયંત ગીલાતર, જીતેન પુરોહિત સહિત અનેક દિગ્ગજ કલાકારો/ કસબીઓ સહિત મોટી સંખ્યામાં ખાસ મહેમાનોએ સફેદ રણના ટેન્ટ સીટી ખાતે યોજાયેલા આ ભવ્ય સમારંભ માં ખાસ હાજરી આપી..

આ ઇવેન્ટના મુખ્ય આકર્ષણ સમા પરફોર્મન્સ મા જાણીતી બોલીવુડ પરફોર્મર કરીશ્મા કર, ફિલ્મ અફરાતફરી ના ટાઇટલ ગીતમાં અભિનેત્રી ખુશી શાહ, ચેતન દૈયા, સ્મીત પંડ્યા, આકાશ ઝાલા, અવિનાશ વ્યાસ ના અદભુત ગીતો પર મૌલિક નાયક અને મૌલિકા પટેલ. સ્વ. મહેશ - નરેશને યોગ્ય રીતે શ્રધ્ધાંજલિ આપતા ખાસ પરફોર્મન્સ માં ચંદન રાઠોડ અને પ્રીનલ ઓબેરોય, હેલ્લારો ફિલ્મ ના લોકભોગ્ય ગીતોની મેડલી પર તે જ ફિલ્મ ના કલાકારો આર્જવ ત્રીવેદી તથા ડેનીશા ઘુમરા એ પોતાના અદભુત પરફોર્મન્સ આપ્યા હતા.

વિશેષ આકર્ષણ ની વાત કરીએ તો આ ઇવેન્ટ નું થીમ સોંગ અભિલાષ ઘોડા ની પરીકલ્પના સાથે જાણીતા લેખક અને કવિશ્રી તુષાર શુક્લ એ તૈયાર કર્યું હતું અને જાણીતા સ્વરકાર શ્રી નિશીથ મહેતા એ તેને સ્વરબદ્ધ કર્યું. ગુજરાતી મનોરંજન જગતમાં પ્રથમ વખત ગુજરાત ના ગૌરવ સમા કલાકારો કિર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી, ગીતાબેન રબારી, ભુમી ત્રીવેદી, યશીતા શર્મા જેવા દિગ્ગજ કલાકારો એ તેમનો કંઠ આ એક જ ગીતમાં આપ્યો અને આ જ દિગ્ગજ કલાકારો એ સ્ટેજ પર સાથે પરફોર્મન્સ આપી ગુજરાતી મનોરંજન જગતમાં ઇતિહાસ રચ્યો.

ફિલ્મની જ્યુરીમા ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી ના દિગ્ગજો કહી શકાય તેવા શ્રી દિપક બાવસ્કર, શ્રી કાર્તિકેય ભટ્ટ, શ્રી નીશીથ મહેતા, શ્રીમતી અદીતી ઠાકોર, ડો. દર્શન ત્રીવેદી તથા શ્રી ચિકા ખરસાણીએ સેવા આપી હતી.

સમગ્ર ઇવેન્ટ બ્રોડકાસ્ટ પાર્ટનર તરીકે કલર્સ ગુજરાતી તથા કલર્સ સીનેમા છે. રેડીયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. , ટેકનીકલ પાર્ટનર તરીકે વિડિયો ટાઇમ્સ તથા એલ.ઇ.ડી. સોલ્યુશન, મેગેઝિન પાર્ટનર તરીકે ફિલીગ્સ , હાઇ ટી પાર્ટનર તરીકે ટી પોસ્ટ નો નોંધનીય સપોર્ટ મળ્યો.

ગુજરાતી ફિલ્મોના ઇતિહાસ માં પ્રથમ વખત ખુબ જ મોટા પાયે કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં આવેલા ટેન્ટ સીટી માં આ ઇવેન્ટ નું આયોજન અમદાવાદ ની અગ્રગણ્ય ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તીહાઇ - ધ મ્યુઝીક પીપલ દ્વારા ખુબ ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું. જે માટે અભિલાષ ઘોડા, દિક્ષિત ઘોડા, કરન ઘોડા, વિવેક ઘોડા અને વૃજ ઘોડા સહિત ટીમ તીહાઇ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી હતી.

ઇવેન્ટ ની આગલી રાત્રે આ દિગ્ગજ કલાકારો એ સફેદ રણ માં પુનમની રાતને અદભુત રીતે માણી હતી અને પોતાના સેલીબ્રીટી કવચને હટાવી, પરીવાર ની જેમ કુડાળે બેસી કોઇપણ જાતના આડંબર વગર ખુલ્લા મને પોતપોતાના કંઠે ગીતો ગાઇને સફેદ રણની ધરતી પર અનેરો આનંદ લીધેલો. આ કાર્યક્રમ ને "રજવાડી રાત" નામ આપવામાં આવ્યું હતું.

રણોત્સવ ટેન્ટ સીટી દ્વારા સૌ માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા થી સૌ કલાકારો એ સંતોષ વ્યક્ત કર્યો હતો.

આવતા વર્ષે આ જ એવોર્ડ સમારંભ ગુજરાત ના ગૌરવ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવશે તેવી જાહેરાત પણ ગુજરાત ટુરિઝમ ના જનરલ મેનેજર તૃપ્તિ વ્યાસ દ્વારા સ્ટેજ પરથી કરવામાં આવી હતી.

(4:11 pm IST)