Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કેવી રીતે રમશે અને કેવી રીતે જીતશે ? રમતના મેદાન માટે નાણા જ નહિ !

બે વર્ષમાં સરકારે ૧૮ જિલ્લાઓ માટે કંઈ ફાળવ્યુ જ નહિ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૪ :. ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યોએ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રીને રમતગમતના મેદાન માટે ફાળવવામાં આવેલ રકમ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી મળી છે.

રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની અને 'રમશે ગુજરાત-જીતશે ગુજરાત' જેવા રૂપાળા નામના નારાઓ આપવામાં આવે છે, પરંતુ રમત-ગમતના મેદાન માટે વર્ષ ૨૦૧૯માં અને વર્ષ ૨૦૨૦માં રાજ્યના ૧૮ જીલ્લાઓમાં એક પણ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલ નથી તેમ જવાબમાં જણાવાયાનું કોંગ્રેસ જણાવે છે. અન્ય જિલ્લાઓમાં ૨૦૧૯ના વર્ષમાં ૩૫૮૬ લાખ અને ૨૦૨૦ના વર્ષમાં ૨૩૮૦ લાખ કુલ રકમ ફાળવવામાં આવી છે.

(4:10 pm IST)