Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઉત્‍સવોમાં ૧૧૯૭ લાખ ખર્ચાયા

નવરાત્રિ મહોત્‍સવ, પતંગોત્‍સવ, રણોત્‍સવ, વગેરેમાં જંગી સરકારી ખર્ચ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૪: રાજયમાં મહોત્‍સવ પાછળ કરવામાં આવેલ ખર્ચ અંગે કોંગ્રેસના શૈલેષ પરમારના પ્રશ્‍નના ઉત્તરમાં પ્રવાસન મંત્રીએ જણાવ્‍યુ હતુ કે, તા.૩૧-૧૨-૨૦ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં નવરાત્રિ મહોત્‍સવ, પતંગોત્‍સવ, રણોત્‍સવ પાછળ નવરાત્રીમાં રૂા.૧૧૯૭.૪૫ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે.

પતંગોત્‍સવ પાછળ ૧૪,૫૩,૦૪ લાખનો ખર્ચ જયારે રણોત્‍સવ પાછળ રૂા.૧૩,૭૯,૪૯નો ખર્ચ કરવામાં આવેલ છે. પતંગોત્‍સવ પાછળ જમવાનો ખર્ચ રૂ.૧૮૯.૨૬ લાખ અને રણોત્‍સવ દરમ્‍યાન ૨૯.૦૧ લાખનો ખર્ચ થયેલ છે.

આ ઉત્‍સવો દરમ્‍યાન ટ્રાન્‍સપોર્ટ પાછળ ૧૬૫ જેટલો ખર્ચ કરવામાં આવેલ છે.

(4:07 pm IST)