Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કેવડીયામાં આર્મી-નેવી-એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનો આરંભઃ નરેન્દ્રભાઇ શનિવારે હાજરી આપશે

રાજપીપળા, તા. ૪ : નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી ખાતે ૪ થી ૬ માર્ચ દરમિયાન આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન કરાયું છે. અગાઉ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સ નું આયોજન થઇ ચુક્યું છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય પાંખના વડા હાજર રહેનાર હોવાથી કેવડિયા મીની લશ્કરી છાવણીમાં ફેરવાયું

૪ માર્ચથી કેવડિયા ટેન્ટ સીટી ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનો આરંભ પણ થઈ ચૂક્યું છે.૬ઠ્ઠી માર્ચે ભ્પ્ આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપવા આવશે.

નર્મદા જિલ્લામાં આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ રહી છે જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે.ટેન્ટ સીટી ૨ માં યોજાઈ રહેલી કોન્ફરન્સ દરમિયાન નેવી, આર્મી, હવાઈ સેનાના ચીફ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રક્ષા મંત્રી રાજનાથ ઉપસ્થિત રહેનાર છે.

૬ ઠ્ઠી માર્ચના દિવસે પૂર્ણાહુતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરનાર છે.કેવડિયા કોલોનીમાં આ દિવસને લઇને ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ હવે યોજાઈ રહી છે.

ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે.ત્યારે આ કોન્ફરન્સને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અને ઉચ્ચ અધિકારીઓ પણ આવનાર છે.

કેવડિયા ખાતે ૧૫ થી ૨૦ હેલિકોપ્ટર આવે એવી શક્યતાઓ છે.જેના કારણે તાત્કાલિક રેલ્વે સ્ટેશનની સામેની જગ્યા છે ત્યાં હેલિપેડ બનાવાયુ છે કે જ્યાં એક સાથે ત્રણ થી ચાર જેટલા હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કેવડિયા ટેન્ટ સીટી ૨ ખાતે યોજાઈ રહેલી આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સને પગલે અગાઉ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડીયાની મુલાકાત લીધી હતી.અને અહીંયાથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જવા રવાના થયા હતા.અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષાના ભાગરૂપે અન્ય વિસ્તાર મુલાકાત પણ લીધી હતી.

(2:49 pm IST)