Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

અમદાવાદમાં પોલીસના કથિત દમનના વિરોધમાં સરદારનગરથી નરોડા પાટિયા સુધીના વિસ્તારના વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો

અનેક રજૂઆતો કરવા છ કોઈ પગલાં સ્વંયભૂ બંધ પાળી વેપાર ધંધાની અળગા રહેવાનો નિર્ણય

અમદાવાદમાં પોલીસના કથિત અત્યાચારના વિરોધમાં પૂર્વમાં સરદારનગરથી નરોડા પાટિયા સુધીના વિસ્તારમાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો અહીંના સિંધી વેપારીઓએ જણાવ્યું કે પોલીસ દમનના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે.

વેપારીઓનો આરોપ છે કે પોલીસ અહીંના વેપારીઓને ખોટી રીતે હેરાન કરે છે. તે અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં લેવાયા નથી  તેથી સરદાર નગરથી નરોડા પાટિયા સુધી તમામ વેપારીઓ ખાસ કરીને સિંધી સમાજના લોકોએ આજે ગુરુવારે સ્વંયભૂ બંધ પાળી વેપાર ધંધાની અળગા રહેવાનો નિર્ણય લીધો છે.

થાનિક લોકોના રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલાં એક યુવકને પોલીસના કેટલાક કર્મચારીઓે ખોટી રીતે માર માર્યો હતો. જે અંગે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં લેવાયા નથી.

બંધ પાળનારા વેપારીઓનું કહેવું છે કે સરકાર અને તંત્રની આંખ ઉઘાડવા આ બંધ પાળવામાં આવ્યું છે. તેથી કરીને ભવિષ્યમાં પોલીસ લોકોને હેરાન ન કરે.

(12:31 pm IST)