Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

માણસામાં હોમગાર્ડ જવાનને તેની પત્ની અને સાસરિયાઓએ બળજબરી પૂર્વક ઝેર પીવડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ

તેની પત્નીના પડોશી યુવક સાથે આડા સંબંધ હતા: સાસરીયાવાળાઓએ ગડદા પાટુનો માર માર્યો અને પછી બળજબરીપૂર્વક ઝેર આપ્યુ હોવાનો યુવકે લગાવ્યો આરોપ

ગાંધીનગરના માણસામાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા 30 વર્ષીય યુવક સાથે થયો. વિશાલ પરમાર નામના યુવકને તેની પત્ની અને સાસરિયાએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. વિશાલનો આરોપ છે કે તેની પત્નીના પાડોશી સાથે આડા સંબંધો હતા. જેને લઈને તેના રોજ ઝઘડા થતા હતા.

વિશાલને તેના સાસરીયાવાળાઓએ ગડદા પાટુનો માર માર્યો અને પછી બળજબરીપૂર્વક ઝેર આપ્યુ હોવાનો પણ વિશાલે આરોપ લગાવ્યો છે

   
(12:38 am IST)