Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સાગબારાના કાકડીઆંબા ગામમાં રહેણાક મકાનમાં આગ લાગતાં ભાગદોડ,૧૬ લાખથી વધુનું નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકડીઆંબા ગામના રહેણાક મકાનમાં આગ લાગતાં સરસામાન બળી જતાં લાખોનું નુકશાન થયું છે

  પ્રાપ્ત માહિતી અનુસાર મંજુલાબેન વિજયસિંહ વસાવા (રહે.મોટા કાકડીઆંબા, નદી ફળીયુ તા.સાગબારા જી. નર્મદા )નાઓના ઘરમાં અચાનક આગ લાગતાં અંદરના ખંડમાં મુકેલ તિજોરીમાં “પ્રગતી સખીમંડળ” જુથના રોકડા રૂપીયા ૧,૨૦,૦૦૦ તથા ગ્રામ મંડળના રોકડા રૂપીયા ૧૨,૭૫૦ તથા નાની મોટી બચત કરેલ રૂપિયા  અંદાજીત રોકડા રૂપીયા ૩,૫૦,૦૦૦ તથા ઘરની તિજોરીમાં મુકેલ સોના ઘરેણાંની અંદાજીત કિં.રૂપીયા ૪,૩૧,૬૦૦ તથા ચાંદીના જુદા- જુદા ઘરેણાં અંદાજીત કિં.રૂપીયા.૧,૮૮,૪૦૦ તથા ઘરમાં મુકેલ રાચરચીલું ફર્નીચર અંદાજીતકિં.રૂ.૧,૦૦,૦૦૦ તથા ઘરવખરીનો સામાન અને અનાજની આશરે કિં.રૂ.૧,૩૩ ,૦૦૦  બળીને રાખ થઇ ગયેલ છે.તથા બીજા ઘરને આશરે અંદાજીત રૂપીયા.૫૬,૦૦૦ જેટલાનું નુકશાન થયેલ છે. અને મંજુલાબેનના દીકરા વિરલભાઇનો એક રૂમનું અલગ ઘર બનાવેલ જેમાં ગ્રામ પંચાયત મંડળનો સામાન બળી જતા અંદાજીત રૂપીયા.૧,૪૦,૦૦૦ નું નુકશાન થયેલ છે.ઇલેક્ટ્રિક સામાનની અંદાજીત કિં.રૂ.૫૦૦૦ તથા ઘર વપરાસનો આશરે અંદાજીત કિં.રૂ.૭૮૦૦૦ નો સામાન તથા ઘર વખરી સામાન તથા રોકડા રૂપીયા તથા સોના-ચાંદી જેવી કિંમતી ચીજ વસ્તુઓ ઘરમાં કોઇ કારણસર આગ લાગતા બળી જઇ નુકશાન થતા કુલ અંદાજીત રૂપીયા.૧૬,૧૪,૭૫૦નું નુકશાન થતા પરિવાર પર આફત આવી પડી હતી

(10:34 pm IST)