Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

વડોદરા:નવાપુરા વિસ્તારમાં ફોગીંગ કરવા ગયેલ હેલ્થ સેન્ટરના બે કર્મચારીઓ પર હુમલો થતા ગુનો દાખલ

વડોદરા: શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ચિકન શોપ પાસે ફોગીંગ કરવા ગયેલા હેલ્થ સેન્ટરના બે કર્મચારીઓને દુકાનના માલિકે લાફા માર્યો માર્યા હોવાની નવાપુરા ફરિયાદ કરવામાં આવી હતી. શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના ફિલ્ડ વર્કર મયુર ચુનારા અને મુકેશ માછી નવાપુરા ખાટકીવાડમાં ફોગીંગ કરવા ગયા હતા. ત્યારે અહીં આવેલી એક મટન શોપના સંચાલકના પત્નીએ ફોગીંગ કરવાની ના પાડી હતી. જેથી બંને કર્મચારીઓ અહીંથી રવાના થતા હતા. ત્યારે દુકાનના માલિકે આ બંને કર્મચારીઓ પાસે આવી લાફા જીત્યા હતા. જેથી અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓએ સંચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા થતી કાર્યવાહીના ભાગરૂપે મારા પર હુમલો કરવામાં આવ્યો છે.

(6:17 pm IST)