Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

મહેસાણા જિલ્લામાં સ્ત્રી જન્મદર સૌથી ઓછો હોવાનું કલંક એક દાયકા બાદ હટ્યું

વર્ષ 2011માં મહેસાણા જિલ્લામાં 1 હજાર પુરુષોની સામે 842 સ્ત્રીજન્મદર હતો :2017માં સ્ત્રી જન્મદર વધીને 912એ પહોંચ્યો

મહેસાણા :રાજ્યના મહેસાણા જિલ્લામાં સ્ત્રીજન્મદર સૌથી ઓછો હોવાનું કલંક એક દાયકા બાદ હટી ગયું છે મહેસાણા જિલ્લામાં સ્ત્રીજન્મદર વધ્યો છે જન્મદરના નવા આંકડા મુજબ વર્ષ 2011ની તુલનાએ વર્ષ 2017માં મહેસાણા જિલ્લામાં સ્ત્રીજન્મદર વધીને 1 હજાર પુરુષોની સામે 912 પહોંચ્યો છે જે વર્ષ 2011માં હાજર પુરુષો સામે માત્ર 842 સ્ત્રી હતા

 મહેસાણા જિલ્લામાં સ્ત્રીજન્મદરમાં વધારો થવાથી રાજ્યમાં સૌથી ઓછા સ્ત્રીજન્મદર વાળા જિલ્લા તરીકેનું કલંક ખતમ થયું છે સરકાર,સેવાભાવી સંસ્થાઓ,અને સામાજિક જાગૃતિને કારણે સ્ત્રીજન્મદર વધ્યો છે

(11:51 pm IST)