Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સુરતના ડિંડોલી વિસ્તારમાં સીટી બસ ઉપર ટોળાનો પથ્થરમારો :બસના કાચ તૂટ્યો:પોલીસ દોડી

 

સુરત ;સુરતના ડિંડોલી વિસ્તારમાં સીટી બસ ઉપર અજાણ્યા ટોળાએ પથ્થરમારો કર્યો છે જેને પગલે બસના કાચનો ભૂકો બોલી ગયો હતો વિગત મુજબ ડિંડોલી વિસ્તારમાં પસાર થઈ રહેલી સિટી બસ પર ટોળાએ પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઈ હતી.અંદાજે 10થી 12 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેમાં બસની આગળનો કાચ તૂટી જતા નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

 

(11:12 pm IST)