Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

મહેસાણામાં ઉતરાયણના તહેવારને અનુલક્ષીને શષાો રાખવા ઉપર પ્રતિબંધ : ૧૮ જાન્‍યુ. સુધી જાહેર સ્‍થળોએ અનઅધિકૃત રીતે ૪ થી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ

મહેસાણા:   મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તેમજ ઉત્તરાયણ વિગેરેના તહેવારો હોઇ જાહેરમાં શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રમેશ મેરજાએ ફરમાવ્યો છે.મહેસાણા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ના ૨૨ માની કલમ(૩૭)(૧) મુજબ સાવચેતીના ભાગ રૂપે સુરક્ષાના આદેશ કરેલ છે. નાતાલ જેવા તહેવારોને પગલે જિલ્લાના તમામ વિસ્તારોમાં  ૧૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી શસ્ત્રો રાખવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રમેશ મેરજાએ ફરમાવ્યો છે.

જિલ્લામાં શસ્ત્રો,તલવાર,ભાલા,સોટા,ચપ્પુ,લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું,જલદી સળગી ઉઠે તેવા વિસ્ફોટક પદાર્થો બનાવવાનું કે એકઠા કરવાનું તે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મસાલો સાથે લઇ જવાનું,પત્થર અથવા પત્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું,જુસ્સાદાર ભાષણ કરવાનું કે નનામીઓ કે પુતળાં કાઢવાનું કે ચાળા પાડવાનું કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરે તેવા ચિત્રો તૈયાર કરવાનું કે પ્રદશિત કરવાનું,ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય તેવા સુત્રો પોકારવાનું,અપમાન કરવાનું કે જાહેર ઇરાદાથી જાહેરમાં બિભિત્સ સુત્રો પોકારી કે અસ્લીલ ગીતો ગાવાનું કે ટોળામાં ફરવાનું,માણસનું મડદું,આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવાનું સુરૂચિનો ભંગ કરે તેવું ભાષણ કરવાનુ, અસભ્ય વાણી ઉચ્ચારવાનું,નિતિનો ભંગ થાય તેવા હાવ-ભાવ કરવા,તેવી ચેષ્ટાઓ કરવાની તથા ચિત્રો,પત્રિકાઓ અથવા પ્લેકાર્ડો તૈયાર કરવાનું કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

   જાહેર સ્થળે વગર પરમીશને ધરણા,રેલી,સરઘસ,દેખાવો જેવા કાર્યક્રમમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય,સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રમેશ મેરજાએ ગેરકાયદેસર રીતે માણસો ભેગા થવા પર પ્રતિબંધના આદેશ આપ્યો છે.

   ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૩) મુજબની સત્તાની રૂએ આપેલ આદેશ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લાગુ પડશે.સક્ષમ અધિકારીની મંજુરી વિના અનઅધિકૃત રીતે ચારથી વધુ માણસો ભેગા થઇ શકશે નહી

   આ આદેશ સરકારી નોકરીમાં ફરજ પરના વ્યક્તિઓ,લગ્નના વરઘોડા તેમજ સ્મશાન યાત્રાને લાગું પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રમેશ મેરજાની અખબારી યાદીમાં જણાવાયું છે.

તેવું DDI મહેસાણાની યાદી જણાવે છે.

(11:06 pm IST)