Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

મહેસાણા જીલ્લામાં આવેલા મોઢેરા સૂર્યમંદિરે બે-દિવસીય મહોત્‍સવ ઉજવાશે : ૨૦ તથા ૨૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ થનારી ઉજવણીમાં સુપ્રસિધ્‍ધ કલાકારોના કાર્યક્રમો યોજાશે : ૨૫ જાન્‍યુ. ના રોજ રાષ્‍ટ્રિય મતદાતા દિવસ તથા ૨૬ જાન્‍યુ. એ ૬૯માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાશે

મહેસાણા: મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ મોઢેરા સુર્યમંદિર ખાતે  દ્રિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે.૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ યોજાનાર દ્રિ દિવસીય મહોત્સવમાં સુપ્રસિધ્ધ કલાકારો પરફોમ્ન્સ આપનાર છે. આ મહોત્સવની તૈયારી સંદર્ભે જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી .જેમાં જિલ્લાના વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. આ બેઠકમાં  આમંત્રણ પત્રિકા તૈયાર કરવી,પ્રચાર-પ્રસારની વ્યવસ્થા,લાઇટ,સ્ટેજ મંડપ,સાઉન્ડની વ્યવસ્થા,સફાઇ,સ્ટેજ સુશોભન,બેઠક વ્યવસ્થા,ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા,કાયદો,પાર્કિંગ,ફાયર બિગ્રેડ,વીજપુરવઠો,કલાકારોની વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરાઇ હતી

   જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ આંતર રાષ્ટ્રીય મહોત્સવ છે. આ મહોત્સવ સંદર્ભે તમામ અધિકારીઓને સોંપેલ કામગીરી કરવા સુચન કર્યું હતું.

  બેઠકમાં મહેસાણા જિલ્લામાં ૬૯ મા પ્રજાસત્તાક પર્વની  જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે સફાઇ,પાણીનો છંટકાવ,કચેરીઓમાં રોશની,બેઠક વ્યવસ્થા,ધ્વજ વંદન માટેની વ્યવસ્થા,ઇલેકટ્રીકની વ્યવસ્થા,આમંત્રણ કાર્ડ તૈયાર કરવા,મીનીટ ટુ મિનીટ કાર્યક્રમ,એનાઉન્સરની વ્યવસ્થા,વાહન પાર્કિગ,કાયદો અને વ્યવસ્થા,આરોગ્ય ટીમની વ્યવસ્થા,ટેબ્લો નિદર્શન આયોજન સહિત વિવિધ બાબતો ચર્ચા કરાઇ હતીરાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોને સોંપેલ કામગીરી પુર્ણ કરે અને તેનો અહેવાલ પણ મોકલી આપવા સુચન કરાયું હતું.

 ? ?????? ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. મહેસાણા જિલ્લામાં પણ રાષ્ટ્રીય મતદાતાની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ હતી

        બેઠકમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેવું DDI મહેસાણાની યાદી જણાવે છે.

(11:09 pm IST)