Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિરલ વિભૂતિ સંત પૂ. ધ્યાનીસ્વામીની સ્મૃતિ : પારાયણનું વડતાલમાં દિવ્ય સમાપન

દેશ -વિદેશના હજારો હરિભકતોઍ આ દિવ્ય ઉત્સવને માણ્યો : મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાઍ દર્શન આશિર્વાદનો લાભ લીધો : ધામ-ધામના મોટી સંખ્યામાં સંતોની હાજરી :વડતાલધામને યાત્રાધામનો દરજજા આપી રાજય સરકાર તેનો વિકાસ કરશે : મુખ્યમંત્રી રૂપાણીની જાહેર : પૂ. ધ્યાનીસ્વામીના અદ્દભૂત ઐશ્વર્ય અને દિવ્ય સામર્થની વાણી ગંગા વહી

કણભા :  સર્વાવતરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્વાંતો અને આજ્ઞાઓને સમગ્ર જીવન દરમ્યાન અક્ષરસઃ પાલન કરનારા, સંપ્રાદયના મહાન, વિરલ વિભૂતિ સંત પ.પૂ. સદ્દગુરૂ ધ્યાની સ્વામીની દિવ્ય પાવનકારી સ્મૃતિમાં વડતાલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ્દ સત્સંગોજીવનની દિવ્ય પારાયણનું આયોજન થયું હતું. જેમાં દેશ-વિદેશમાં ફેલાયેલા પૂ. ધ્યાની સ્વામીનાં શિષ્યો, શ્રી ધનશ્યામ મહારાજ સેવક મંડળનાં ૧૭પ કેન્દ્રોમાંથી મોટી સંખ્યામાં શિષ્યો હાજર રહ્ના હતા. કાર્યક્રમની શુભ શરૂઆતથી માંડીને સમાપન સુધી સતત પાંચ દિવસ સુધી વડતાલધામ ખાતે જાણે કે દિવ્ય અક્ષરધામમાં જ આ પ્રસંગ ઉજવાઇ રહ્ના હોય તેવી અનોખી આનંદદાયક અનુભૂતિ સર્વે ભાવિકજનો, સંતો અગ્રણીઓને થઇ હતી. રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીઍ ઉત્સવના અંતિમ દિવસે આવીને દિવ્ય આશિર્વાદ મેળવ્યા હતા. શ્રી રૂપાણીઍ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે ભગવાનશ્રી સ્વામિનારાયણ કૃપાથી ગુજરાતમાં સતત છઠ્ઠીવાર ભાજપને પ્રજાઍ સત્તાનાં સુકાન સોîપ્યા છે. મુખ્યમંત્રીઍ વડતાલધામને રાજય સરકાર તરફથી પવિત્ર યાત્રાધામનો દરજ્જા આપાવની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલાઍ પૂ. ધ્યાનીસ્વામી સાથેના અંગત અનુભવો વર્ણવતા કહ્નાં કે અપાર સામર્થી ઍશ્વર્ય ધરાવતા ધ્યાનીસ્વામી સ્વામીને મળતા જ અંતરમાં શાંતિ થઇ જતી હતી અને આજે પણ ધ્યાનીસ્વામી પ્રગટ છે. તેની અનુભૂતિ થાય છે.

વડતાલપીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદ મહારાજે તેમના મનનીય ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પૂ. ધ્યાનીસ્વામી ઍક બહુ જ મોટા ઉચ્ચતમ આધ્યાત્મિક કક્ષાને પામેલા સિદ્ધ પુરૂષ હતા. પૂ. ધ્યાની સ્વામીઍ જીવનભર લોકોનાં કલ્યાણ અને સંપ્રદાયની સેવાનાં અનેક કાર્યો કરતા રહ્ના હતા. પૂ. ધ્યાનીસ્વામીઍ સત્સંગ સમાજને તેમના કેળવાયેલા, શિસ્તબદ્ધ, આજ્ઞા અને ઉપાસનાનું દૃઢપાલન કરતાં મોટા શિષ્ય સમુદાયની અદ્દભૂત ભેટ આપી છે. સમગ્ર ઉત્સવનાં આયોજક અને વિદ્વાન વકતા સાહિત્યકઆચાર્ય પ.પૂ. સત્સંગભૂષણદાસજી સ્વામીઍ કથા દરમ્યાન જણાવ્યું હતું કે ભગવાનશ્રી સ્વામીનારાયણ અને ગુરૂવર્ય સ.ગુ. ધ્યાનીસ્વામીની અપાર કૃપા અને કરૂણ આપણા ઉપર વરસી રહી છે. અનેક રોચક સચોટ દૃષ્ટાંતો આપીને અનેક મુમુક્ષોઓને નિઃશૂલ્ક પૂજાપેટી તથા માળા અપાવી હતી અને પૂજા તથા મળા કરતા કર્યા. સદ્દગુણ, સદાચારમય જીવન જીવી મનુષ્ય જન્મને સાર્થક કરી લેવા અનુરોધ કર્યો હતો. કથામાં પ.પૂ. પુરાણી શ્રી ન્યાલકરણદાસજી સ્વામીઍ પુ. સ્વામીઍ ચંદનની જેમ પોતાની જાત અને સમગ્ર જીવન આપણા માટે ઘસી નાંખ્યું છે. ત્યારે તેમણે પ્રવર્તાવેલા સિદ્ધાંતોનું પાલન કરી દેહ અને જીવનું કલ્યાણ કરી લેવું જાઇઍ. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પ.પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી પ.પૂ. ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, ઍસજીવીપીનાં પુઝય માધવપ્રિયદાસજી સ્વામી, કુંડળનાં પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી, ફરેણીનાં પૂ. બાલમુકુંદદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂ. નૌતમ સ્વામી, ઘોલેરાના પૂ. રામકૃષ્ણદાસજીસ્વામી, જેતપુરનાં પૂ. નિલકંઠચરણદાસજી સ્વામી તથા અન્ય મુર્ધન્ય અને વિદ્વાન સંતોઍ તેમના વકતવ્યોમાં પૂ. ધ્યાની સ્વામીને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનાં અતિ સમર્થ અને ભગવાનની આજ્ઞાનું અક્ષરસહ : પાલન કરનારા નિત્ય મુકતરૂપ વિરલ વિભૂતિ ગણાવી. પૂ. ધ્યાની સ્વામીનાં અનેક ઐશ્વર્યા સદ્દગુણો અને જીવનાં કલ્યાણ કરવાની સામર્થીનું વિસ્તૃત વર્ણન કર્યુ હતું.

આ ઉત્સવ દરમ્યાન વડતાલ ખાતે સૌ પ્રથમ વાર ચાર દિવસી રોજનાં ૧ર કલાક અખંડ ધ્યાન અને અખંડ તપની માળા (ઍક પગે ઉભા રહી માળા કરવાની રીત) શિબિર યોજયા હતા. જેમાંશ્રી ઘનશ્યામ મહારજ સેવક મંડળના સંતો અને ભકતો હોîશભેર મોટી સંખ્યામાં જાડાયા હતા. ઉત્સવમાં ભગવાનશ્રી સ્વામિનારાયણનો પ્રાગટય ઉત્સવ ગાદી-પટ્ટાભિષેક, ફુલડોલ ઉત્સવ, દિવ્ય અભિષેક, દિવાળી ઉત્સવ, અન્નકુટ ઉત્સવ, સમુહ મહાપૂજા, શાકોત્સવ, સ્ટેજ ઉપર લાઇવ યોજાયા હતા. શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા અન્ય દેવોનું ૭૦ કિલો પુષ્પ તથા અન્ય ઉપચારો વડે સતત ત્રણ કલાક સુધી વેદોકત અને શાસ્ત્રકત વિધીથી રાજાપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જયારે સર્વજીવહિતાવહ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂકુળ શિક્ષાનો પ્રભાવ અને યુવાનોમાં સદ્દગુણો વિકશે અને વર્તમાન કળિકાળનાં દુષિત વાતાવરણથી દૂર રહે તેવા નાટકો કાર્યક્રમો દ્વારા લોકોનાં દિવ જીતી લીધા તા. પૂ. ધ્યાનીસ્વામી સ્મૃતિ પારાયણ અંતર્ગત તેમના શિક્ષણ મંડળ દ્વારા આઠ લાખ બાણુ હજાર દંડવત, વીસ હજાર પ્રદક્ષિણા, બે લાખ બાર હજાર માળા, અગીયાર લાખ સડસઠ હજાર જનમંગળપાઠ, ૧૭૯૭ વચનામૃત પાઠ, ૩૦૭, ધ્યાની સ્વામીની વાતો પાઠ, ૧૯૦૪૭ શિક્ષાપત્રી પાઠ, ૧૪પ૪ સત્સંગીજીવન ભગવાનશ્રી સ્વામિનારાયણ તથા ગુરૂવર્ય પૂ. ધ્યાની સ્વામીને પ્રસન્ન કરવામાટે કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાનલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કણભાના સંચાલક પૂ. ધર્મરક્ષકદાસજી સ્વામીઍ પ્રવાહી અને મનાભાવના શૈલીમાં કર્યુ હતું. સમગ્ર ઉત્સવનું માણવા કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા અન્ય રાજયો ઉપરાંત અમેરિકા, લંડન, ન્યુઝીલેન્ડ, સીંગાપુર, જાપાન, દુબઇ, નેધરલેન્ડ શીસલ્સ, બેહરીન, ઓસ્ટ્ેરલીયા કેનેડા, હોîગકોગ તથા આફ્રિકાથી બસોથી વધારે ઍન. આર. આઇ. હરિભકતો આવ્યા હતા. 

(4:27 pm IST)