News of Thursday, 4th January 2018

ગાંધીનગરમાં લુખ્ખા તત્વોનો આતંક: સ્કૂટર પર ગઠિયા નોકરિયાતને ધમકાવી લૂંટ ચલાવી ફરાર થઇ જતા ફરિયાદ

ગાંધીનગર:રાજ્યના પાટનગરમાં વસવાટ કરતાં રહિશો પણ અસુરક્ષિત બન્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી જવા પામ્યો છે. ત્યારે પથિકાશ્રમ સર્કલથી સેક્ટર-૬/૭ બસ સ્ટેન્ડ વચ્ચેના માર્ગ ઉપર પસાર થતાં નોકરીયાતને સ્કુટર ઉપર આવેલાં બે શખ્સોએ ગાળાગાળી કરીને રોકડ રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયાં હતાં.

 


ગાંધીનગરને રાજ્યનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરમાં પણ અસામાજીક તત્વો બેફામ બન્યા હોય તેમ માર્ગો ઉપર પસાર થતી મહિલાઓ તેમજ યુવતિઓની છેડતી કરી રહ્યાં છે તો રાત્રીના સમયે પસાર થતાં નગરજનોને પણ ધમકાવીને રોકડ રૂપિયાની લુંટ ચલાવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ પથિકાશ્રમથી ઘ-૨ તરફ જવાના માર્ગ ઉપર પસાર થતાં સેક્ટર-૭ના રહિશ કે જેવો સેક્ટર-૨૫ જીઆઇડીસીની કંપનીમાંથી ફરજ પુર્ણ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. ત્યારે સ્કુટર ઉપર આવેલા બે શખ્સોએ આ રહિશને આંતર્યા હતા અને ગાળાગાળી કરીને તેમનો મોબાઇલ ઝુંટવ્યો હતો પરંતુ તેમાં સફળ ન થતાં તેમને પાકીટમાં રહેલાં રોકડ રકમ લઇને સેક્ટર-૬ તરફ ફરાર થઇ ગયા હતા. જે અંગે આ રહિશે રાત્રીના સમયે ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા પરંતુ ત્યાં પણ યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતાં સવારે તેમને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આમ પાટનગરમાં પણ દિનપ્રતિદિન ગુંડાગીરીનો ત્રાસ વધતો જતો હોય તેમ નગરજનો પણ અસુરક્ષિત થઇ રહ્યાં છે.

(3:56 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST