Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પલસાણાના ચલથાણ ગામે 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી ફાસો આપી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી

પલસાણા: તાલુકાના ચલથાણ ગામે અંબિકા નગરમાંથી ગતરાત્રે છ વર્ષની બાળકી ઘરના આંગણામાંથી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. બાળકીને તેણે પહેરેલા લેગીન્સથી જ ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચલથાણ ગામે અંબિકા નગરમાં સંતોષ છોટેલાલ ચૌધરી પત્ની ગુડીયા અને ચાર સંતાનો સાથે રહે છે. અને ટેમ્પાનું ડ્રાઈવીંગ કરે છે. ગતરોજ રાત્રે સંતોષ ચૌધરી (મૂળ રહે-પીપરીટોલા, થાણા- સભાપુર, જિ. સતના, મધ્યપ્રદેશ) ની ત્રીજા નંબરની દિકરી અંજલિ (ઉ.વ.૬) ઘરના આંગણામાં રમતી હતી. રાત્રે ૯ વાગ્યે પણ અંજલિ ઘરમાં ન આવતા સંતોષ ચૌધરી પોતાની પત્ની સાથે અંજલિને શોધવા નીકળ્યો હતો.

સતત બે કલાકની શોધખોળ છતાં અંજલિ ન મળતા રાત્રે ૧૧ વાગે સંતોષ ચૌધરીએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપી હતી.

દરમિયાન બુધવારે સવારે ૯ વાગે વાંકાનેડા ગામના સરપંચ કૃણાલસિંહ ગોહિલે કડોદરા પોલીસને જાણ કરી હતી કે વાંકાનેડા ગામની સીમમાં ગુલશન ભાટીયાના બ્લોક નં.- ૫૦, ૫૧ વાળા ખેતરના શેઢા પર નિલગીરીના વૃક્ષ પર બાળકીને ગળેફાંસો આપેલી હાલતમાં લાશ છે.

જે આધારે કડોદરા પોલીસ સ્થળ પર પહોંચતા ગતરાત્રે અપહરણ થયેલી ૬ વર્ષની અંજલિને તેણે પહેરેલા લેગીન્સ વડે ગળે ફાંસો આપી નિલગીરીના વૃક્ષ સાથે લટકાવી દઈ હત્યા કરી હતી.

પોલીસે સ્થળ પર એફએસએલની મદદથી કાર્યવાહી અંજલિની લાશને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ તબીબ સાથે ફોરેન્સીક પીએમની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ અંજલિનું અપહરણ કરી હત્યા કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST