Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

હિંમતનગરના તેજપુર નજીક નવજાત બાળકી ચૂંઠેલી હાલતમાં મળી આવતા ચકચાર

શહેરના તેજપુરા નજીક કૂતરાંએ ચૂંથી નાખેલ નવજાત બાળકીનો મૃતદેહ મળતાં અરેરાટી વ્યાપી હતી. જ્યારે બાળકીને ત્યજી દેનારી કળીયુગી જનેતા સામે પ્રજામાં ફીટકારની લાગણી જોવા મળતી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે બનાવ અંગે અજાણી મહિલા વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ-318 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જેમાં નવજાત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે કોઈ જનેતાએ પોતાનું પાપ છૂપાવવા બાળકીને ત્યજી હશે કે પછી..?? કોઈ હોસ્પિટલમાં જન્મીને અકાળે મોતને ભેટેલી બાળકીને કચરા સાથે કોઈએ ફેંકી દીધું હોય અને કૂતરાં મૃતદેહને ચૂંથતાં હોય.? એવા અનેક તર્ક પોલીસ લગાડી રહી છે. હાલ તો પોલીસે અજાણી મહિલા વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)