Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સિદ્ધપુર નજીક કહોડા પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત:કાર ચાલક જયેશભાઇ બારોટનું મોત

વ્યવસાયે વકીલ જયેશભાઇ બારોટ પાટણથી ખેરાલુ પત્નીને મળવા જતા રસ્તામાં કાળ ભેટી ગયો

સિદ્ધપુર નજીક કહોડા પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત:કાર ચાલક જયેશભાઇ બારોટનું મોત

અમદાવાદ :સિદ્ધપુર નજીક કહોટા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું કરુણ મોત  નીપજ્યું છે મળતી વિગત મુજબ સિદ્ધપુર નજીક કહોટા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક જયેશભાઈ બારોટ (ઉ.વર્ષ - 47) ( રહે. પાટણ)નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મરણ જનાર જયેશભાઇ બીપીનભાઈ બારોટ  પાટણમાં વકીલનો વ્યવસાય કરતા હતા આજે સવારે પાટણથી ખેરાલુ પોતાની પત્નીને મળવા જઈ રહ્યા હતા.તે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો.(તસ્વીરઃ અહેવાલઃ જયંતીભાઇ ઠકકર-પાટણ)

(2:46 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST