News of Thursday, 4th January 2018

વડોદરાના ન્યુ સમા રોડ પરની સોસાયટીમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું

એક ગ્રાહક અને એક યુવતી કઢંગી હાલતમાં પકડાયા :અન્ય બે મહિલાઓ પણ મળી

વડોદરા: વડોદરાના ન્યુ સમા રોડ પરની સોસાયટીમાંથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું છે ફતેહગંજ પોલીસે દરોડો પાડતાં એક ગ્રાહક અને એક યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા જયારે અન્ય બે મહિલાઓ પણ મળી આવી હતી  મળતી વિગત મુજબ વડોદરાના ન્યુ સમા રોડ પરની અંબિકા વિજય સોસાયટીના એક મકાનમાં કુટણખાનું ચાલતું હોવાની કોઇ નાગરિકે શહેર કન્ટ્રોલ રૂમને ફરિયાદ કરતાં ફતેગંજ પોલીસે મકાનમાં પહોંચી દરોડો પાડવા મકાનમાં પ્રવેશી ત્યારે એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા   

મકાન માલિક મહિલા જુદી જુદી યુવતીઓને બોલાવીને મકાનમાં કુટણખાનું ચલાવતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મકાનમાંથી અન્ય બે મહિલા પણ મળી હતી.પોલીસે મકાનની માલિક મહિલાની પુછપરછ કરતાં આ મહિલા જ પોતાના મકાનમાં કુટણખાનું ચલાવતી હોવાનું અને આ મહિલા ગ્રાહકો પાસેથી 300 રૂપીયા લેતી હતી અને તે પૈકી 150 રૂપીયા યુવતીને આપતી હોવાનું પણ પોલીસ પાસેથી જણવા મળ્યુ હતું.

 

(10:27 am IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST