News of Wednesday, 3rd January 2018

સિદ્ધપુર નજીક કહોડા પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત:કાર ચાલક જયેશભાઇ બારોટનું મોત

વ્યવસાયે વકીલ જયેશભાઇ બારોટ પાટણથી ખેરાલુ પત્નીને મળવા જતા રસ્તામાં કાળ ભેટી ગયો

અમદાવાદ :સિદ્ધપુર નજીક કહોટા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું કરુણ મોત  નીપજ્યું છે મળતી વિગત મુજબ સિદ્ધપુર નજીક કહોટા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક જયેશભાઈ બારોટ (ઉ.વર્ષ - 47) ( રહે. પાટણ)નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મરણ જનાર જયેશભાઇ બીપીનભાઈ બારોટ  પાટણમાં વકીલનો વ્યવસાય કરતા હતા આજે સવારે પાટણથી ખેરાલુ પોતાની પત્નીને મળવા જઈ રહ્યા હતા.તે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો ...

(11:17 pm IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST