News of Wednesday, 3rd January 2018

ખેડાના બેટડીલાટ સીમમાં પરપ્રાંતીય મહિલાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

ખેડા:તાલુકાના બેટડીલાટ સીમમાં ફેક્ટરીના કર્વાર્ટરમાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવે ભારે ચકચાર પચાવી છે.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના બેટડીલાટમાં ફેકટરી આવેલ છે. આ ફેકટરીમાં નોકરી કરતા છોટુમોટુ મહોતુલ જયસ્વાલ (મૂ.રહે. જમનાપુર, પટણા બિહાર) પરિવાર સાથે ક્વાર્ટરમાં રહે છે. ગઈકાલે વહેલી સવારે હીમાની દેવી છોટુમોટુ જયસ્વાલ (ઉં.વ.૩૧) એ કોઈ અગમ્ય કારણસર સિક્યુરીટી રૂમની છત સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લટકી પડી હતી. જેથી મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મહિલાએ કયા કારણસર આપઘાત કર્યો તે જાણવા મળેલ નથી.

આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(4:29 pm IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST