News of Wednesday, 3rd January 2018

પૈસાની વસુલાત કરવા માટે ખોંખારવાડાના પતિએ પત્નીનું અપહરણ કરાવ્યું

કઠલાલ:તાલુકાના ખોખરવાડામાં ઉછીના આપેલા નાણાંની વસુલાત પેટે એક ઈસમ પરિણીતાનું બોલેરો કારમાં બેસાડી અપહરણ કરી ગયાના બનાવે ભારે ચકચાર મચી જવા પામી છે.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના ખોખરવાડામાં રહેતા અસ્ફાકઅલી તૈયબઅલી ખોખરે થોડા સમય પહેલાં તાહીર અલી ઉર્ફે બાબુ અબ્દુલમીયાં ખોખર પાસેથી રૂપિયા ૧,૭૮,૦૦૦ ઉછીના લીધા હતા. આ પૈસાની ચૂકવણીમાં વિલંબ થતાં તાહીરઅલી ખોખરે ગત તા.૩૧-૧૨-૧૭ ના બપોરે અસ્ફાકઅલીના ઘરે જઈ તેની પત્નિ શીરીનબાનું ને બળજબરી પૂર્વક સફેદ બોલેરો કાર નં.જીજે-૦૭ -૬૭૮૬ માં ઉઠાવી બેસાડવામાં જતો હતો ત્યારે મદીનાબાનું શીરીનબાનુને છોડાવવા જતા તાહીરઅલીએ મદીના બીબીને સાથળ ઉપર લાઠી મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ તાહીરઅલી ખોખર, આમીર અલી ખોખરની મદદથી પૈસાની વસુલાત પેટે શીરીન બાનુને બળજબરીપૂર્વક ઉઠાવી કારમાં અપહરણ કરી ગયો હતો.

બનાવ અંગે અસ્તાફઅલી તૈયબઅલી ખોખરની ફરિયાજ આધારે કઠલાલ પોલીસે તાહીરઅલી ઉર્ફે બાબુ અબ્દુલમીયાં ખોખર તથા આમીરઅલી ગુલામનબી ખોખર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:29 pm IST)
  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST