Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ઉચ્છલના નવી જામલી ગામે બે બાઈક અથડાતા ત્રણ બાળકો સહીત પાંચ ઈજાગ્રસ્ત

ઉચ્છલ:તાલુકાના નવી જામલી ગામે રહેતા કિશનભાઈ મેથુભાઈ વસાવા(ઉ.વ.૩૭) આજે તેમની હિરો હોન્ડા પેશન પ્રો બાઈક (નં-જીજે-૨૬-બી-૬૧૬૬) પર પુત્ર પિયુષ (ઉ.વ.૧૩) બે ભાણેજ સુનિલ (ઉ.વ.૧૨) તથા કુષ (ઉ.વ.૧૭) ને બેસાડી કરોડ ખાતે આશ્રમ શાળામાં મુકવા નીકળ્યા હતા.

જે દરમ્યાન ઉચ્છલના મોહિની ગામની સીમમાં ટોકરવા રોડ પર વળાંકમાં સામેથી પુર ઝડપે આવતી હિરો હોન્ડા પેશન પ્રો બાઈક (નં.-એમ-એચ-૩૯-આર-૦૫૨૨) ના ચાલકે ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અકસ્માત કરનાર બાઈક પર સવાર દંપતિ રોશનભાઈ શીંગાભાઈ નાઈક(ઉ.વ.૨૩), પત્ની સરલાબેન નાઈક(ઉ.વ.૨૮)(બંન્ને રહે. તારાપુર, તા. નવાપુર, જિ. નંદુરબાર) સહિત તમામ રસ્તાની સાઈટ પર દુર ફેંકાયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા કિશનભાઈ વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પુત્ર પિયુષ, ભાણેજ સુનિલ અને કૃષ તથા રોશન વસાવા, પત્ની સરલાબેનને પણ નાની-મોટી ઈજા થઈ હતી. ઉચ્છલ પોલીસ મથકે ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

(4:28 pm IST)