News of Wednesday, 3rd January 2018

આડા સંબંધના વ્હેમમાં સેલવાસના રાન્ધામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

વાપી:સેલવાસના નાના રાન્ધાના બીજોરીપાડા વિસ્તારમાં આધેડ પતિએ અન્ય પુરૃષ સાથેના આડા સંબંધનો વહેમ રાખી પત્નીનું તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. પત્નિની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો.

સેલવાસ નજીકના રાન્ધા ગામે બીજોરીપાડામાં આડલુ શુક્કરભાઈ ભોયા (ઉ.વ.૬૦) પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે આડલુ ભોયાએ પત્ની કાંતાબેન (ઉ.વ.૫૫)ના અન્ય પુરૃષ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ઝઘડો કર્યો હતો. છેલ્લા લાંબા સમયથી અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરી ગાળો આપતો હતો. ઈકાલે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા આડલુએ તિક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હિચકારો હુમલો કર્યો હતો.

ઘટનાને પગલે પુત્ર ભાવેશ તથા આસપાસના લોકો કાતાબેનને બેભાન અવસ્થામાં સેલવાસ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે કાંતાબેનને મૃત જાહેર કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. પુત્રએ માતાની હત્યા અંગે સેલવાસ પોલીસમાં પિતા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(4:28 pm IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST