News of Wednesday, 3rd January 2018

કામરેજના ટીંબા ગામે બાર ડાન્સર પ્રેમિકાનું માથું કાપી ઘાતકી હત્યા થતા ચકચાર

સુરત:જિલ્લાના કામરેજ તાલુકાના ટીમ્બા ગામે ખેતીકામ કરતા એક પુત્રના પિતા એવા યુવાને ખેતરમાં દાતરડાથી બાર ડાન્સર પ્રેમિકાનું માથું ધડથી કાપીને ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. પ્રેમિકાના અન્ય બોયફ્રેન્ડના મુદ્દે બંને વચ્ચે ઝગડો થયા બાદ આ ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો.

ઘટના સ્થળે હાજર પ્રેમિકાનો ડ્રાઇવર કાર ભગાવીને સીધો બારડોલી પોલીસ મથકે પહોંચી ગયો હતો. અને પોલીસે હત્યારા યુવાનને લાશ સગેવગે કરે તે પહેલા જ રંગેહાથ ઝડપી લીધો હતો.

ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ ટીમ્બા ગામે પ્રિતેશ રમેશભાઈ પટેલ(ઉ.વ.૩૩) પોતાના પુત્ર સાથે રહે છે અને ખેતી કરે છે. બે વર્ષ પહેલા તેને એક પુત્રીની માતા એવી ૩૦ વર્ષીય બાર ડાન્સર નિશા ઉર્ફે જ્યોતિ સુરજીતસીંગ ભટ્ટી (મૂળ રહે. ભટીંડા, તા.જિ.ભટીંડા, પંજાબ) સાથે પ્રેમસબંધ બંધાયો હતો.

પ્રિતેશ ભટીંડામાં ફ્લેટ અને કાર માટે દોઢ કરોડ રૃપિયાનો ખર્ચ કરીને નિશા ઉર્ફે જ્યોતિને મુંબઇથી પંજાબ શિફ્ટ કરી દીધી હતી. નિશાની હોન્ડા સિટી કાર (નં-પીબી ૦૩ એઆર ૬૦૪૩)ના ડ્રાઇવર તરીકે સંદિપસિંગ અંગ્રેજસીંગ નોકરી કરે છે અને તેની પત્ની નિકીતા સતત નિશા ભટ્ટીની સેવામાં રહેતી.

કામરેજ પોલીસે કામરેજ પોલીસે સંદીપસીંગની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી પ્રિતેશ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:28 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST