Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ચાણસ્મા-બહુચરાજી પંથકમાં વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોને હાલાકી

આણંદમાં રસ્તા પરની કચરાપેટીમાંથી માનવ કંકાલ મળી આવતા અરેરાટી

આણંદ:જિલ્લાના મેઈન રોડ પર આવેલ એક કચરા પેટીમાંથી એક માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનામાં પોલીસે કચરા પેટીમાં તપાસ કરતા તેમાં ઓશીકાના કવરમાં વિંટાળેલ હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આણંદના પોશ વિસ્તાર મહેન્દ્ શાહ હોસ્પિટલ નજીક ચોકડી પાસે કચરા પેટીમાંથી મંગળવારે વહેલી સવારે એક માનવ કંકાલ મળી આવ્યું હતુ. આ માનવ કંકાલ એક ઓશીકાના કવરમાં ભરી કચરા પેટીમાં નાંખવામાં આવ્યું હતું.જેમાંથી ખોપરીનો ભાગ બહાર પડી જતા આવતા જતા લોકોએ આણંદ સીટી પોલીસ મથકની જાણ કરી હતી. આ જાણ કરતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યું હતું. આ કંકાલ ભરેલ ઓશીકાના કવરને બહાર કાઢી જોતા જ તેમાંથી બીજા અવશેષો પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે એફએસએલના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ હાથધરાઈ હતી. આ માનવ કંકાલ સ્ત્રીનું છે કે પુરુષનું તેની તપાસ માટે તેને ફોરેન્સીક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી દેવાયું હતું. આ ઘટનામાં માનવ કંકાલને સ્થળ પર બહાર કાઢતા જ તેના અવશેષો પર કંકુના નિશાન મળી આવ્યા હતા.જ્યારે આ માનવ કંકાલ પરથી કોઈ તાંત્રીક વિધીને અંજામ અપાયા હોવાની વાત પણ નગરજનોમાં ચર્ચામાં રહી હતી.

(4:26 pm IST)