Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

અમદવાદમાં ૫૦૦ કરોડના કૌંભાડ પ્રકરણમાં અભય ગાંધીને દોઢ વર્ષની સજા

અમદાવાદ તા.૩: આઇ.એસ.ઇ.કેપીટલ મેનેજમેન્ટ પ્રા.લી.ની કંપની ખોલીને તેમાં રોકાણકારો પાસેથી લાખોની રકમ ઉઘરાવીને ૫૦૦ કરોડ  કરતાં પણ વધુનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. જેમાં અભય ગાંધી અને પારસ ગાંધી મુખ્ય સૂત્રધારો હતા. આ પૈકીના અભય ગાંધીને ચેક બાઉન્સના કેસમાં દોઢ વર્ષની સજા ફટકારી  છે.

૧.૬૦ કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં સીબીઆઇ સ્પેશિયલ નેગોસીએબલ કોર્ટે આ સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે ભોગ બનનારને એક મહિનામાં રકમ ચૂકવવા આદેશ કર્યો છે અને અભય ગાંધીને ૩૦ હજારનો દંડ ફટકાર્યો છે.

નોંધનીય છે કે હાલ અભય ગાંધી જેલમાં છે અને તે તેની કંપનીના ડિરેકટર અને સગાભાઇને એક સામાન્ય કર્મચારીની જેમ રાખતો હતો. ઘણીવાર પારસ જ્યારે અભયને મળવા જતો ત્યારે બહાર લાઇનમાં બેસી રહેવું પડતું હતું. તેવું પોલીસને તેના ભાઇની પુછપચ્છ દરમ્યાન જાણવા મળ્યું હતું.

(3:47 pm IST)