Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

SGVP ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા માનવસર્જિત હાથ અને બટન દ્વારા મતદાન માટે જાગૃતિ

‘મતદાન એ મારો અઘિકાર છે’ વિષય ઉપર ૯૦૦ વિદ્યાર્થીઓ જોડાયા

અમદાવાદ તા. ૨ આપણો ભારત દેશ લોકશાહીને વરેલો છે. લોકશાહીનો આધાર સ્થંભ એટલે મતદાન.નો અધિકાર. આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. આપણે આપણા ભારતીય ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવીયે છીએ. આપણા ભારતીય તહેવારો દર વરસે આવે છે. જ્યારે લોકશાહી પર્વ તો પાંચ વરસે આવે છે. માટે મતને પવિત્ર માની ભારતમાતાનું સર્વ રીતે રક્ષણ થાય, વિકાસ થાય તેવા હેતુથી અવશ્ય આપણો પવિત્ર મત આપીએ.

SGVP ઇન્ટરનેશનલ સ્કુલ છારોડી અમદાવાદના વિશાળ મેદાનમાં મતદાન મારો અધિકાર છે એ વિષય પર SGVP ઇન્ટરનેશનલ સ્કુલના ૯૦૦ ઉપરાતં વિદ્યાર્થીઓએ અને ૪૦ જેટલા શિક્ષકોએ સાથે મળી માનવ સર્જિત હાથ અને બટન બનાવી દરેકે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

આ રીતે SGVP ઇન્ટરનેશનલ સ્કુલના આચાર્યા શ્રી પદ્માબેન કુમાર, હેમલભાઇ પંડ્યા, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા મતદાનની જાગૃતિ માટે સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.                                         -----કનુભગત

(3:48 pm IST)