Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિની ઉમંગભેર ઉજવણી : અમદાવાદમાં ભવ્ય શતાબ્દી સમારોહ

અમદાવાદ : પ.પૂ મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં વિક્રમ સંવત્સરની તિથિ અનુસાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૧૦૧ મા જન્મજયંતી પર્વની અમદાવાદ ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં સંતો-ભકતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાતઃપૂજામાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ પ.પૂ.પ્રમુખસ્વામીના ગુણાનુવાદ ગાઈને પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને સૌના હૈયે દ્રઢાવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ગુહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી. ઓગણજ સર્કલ પાસે ઉભા કરાયેલ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તા. ૧૫ ડીસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઇને ચોમેર અનેરો ઉમંગ છવાયો છે.

(3:38 pm IST)