Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ઝાયડસ પછી વડોદરાની એલેમ્બિક કોરોનાની દવા લાવવાની તૈયારીમાં: ટ્રાયલને મંજૂરી મળી

એલેમ્બિક ગ્રુપની રીઝેન કંપનીને કોરોનાની ઓરલ ડ્રગનાં ટ્રાયલની મંજૂરી: યુએસ એફડીએની દેખરેખ હેઠળ અમેરિકામાં તેનું હ્યુમન ટ્રાયલ થશે.

અમદાવાદ : ગુજરાતની વધુ એક કંપની માર્કેટમાં કોરોનોની દવા લાવવાની તૈયારીમાં છે. વડોદરાની એલેમ્બિક ગ્રુપની રીઝેન કંપનીને કોરોનાની ઓરલ ડ્રગનાં ટ્રાયલની મંજૂરી મળી છે.

   યુએસ એફડીએની દેખરેખ હેઠળ અમેરિકામાં તેનું હ્યુમન ટ્રાયલ થશે. પરંતુ વડોદરામાં જ એલેમ્બિક કંપની માં દવા બનાવાશે. પહેલા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળ થશે તો કોરોનાની દવા પણ માર્કેટમાં આવી જશે

  કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ નવી ડ્રગ પહેલાની યુએસ એફડીએ પહેલાની ચર્ચા-વિચારણા દરમિયાન પણ એફડીએએ હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. પ્રિ-ક્લિનિક અભ્યાસોમાં તે સલામત અને આડઅસર વિનાની હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.ટ્રાયલ માટે બનાવવામાં આવેલી ડ્રગ વડોદરાની એલેમ્બિક કંપનીમાં જ તૈયાર થઈ છે. જોકે, કંપની આ ડ્રગ માર્કેટમાં જલ્દી જ લાવે તેવી શક્યતા છે. રાઈઝેનના ડ્રગની ટ્રાયલ ડિસેમ્બરમાં જ શરૂ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ એક ઓરલ એન્ટી વાયરલ ડ્રગ છે. જેનું ક્લિનિકલ ટ્રાયલ અમેરિકામાં શરૂ થશે.

(12:35 pm IST)