Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સી.આર.પાટીલ પાટણમાં: કાલે રાણકીવાવ અને ધાર્મિક સ્થાનોના દર્શને જશે

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ૩ : ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સાંજે ૪ વાગ્યે પાટણની મુલાકાતે આવી રહ્યા છે. તેમને આવકારવા માટે ભાજપમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

આજે સાંજે ચાર વાગે ડીસાથી પાટણ આગમન થાય ત્યારે શીહોરી ત્રણ રસ્તાથી કારરેલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી પાટણના મોટાભાગના વિસ્તારોમાં તેમને ફેરવી ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવશે આવતી કાલે પાટણની વિરાસી રાણકીવાવ પ્રસિદ્ધ કાળકામાના મંદિર અને વિરમાયાની મુલાકાત જશે

સી.આર.પાટીલના સ્વાગતમાં કોઇ ઉણપ નારહે તે માટે પાટણ શહેરના રાજમાર્ગો જયા ખાડા ખડબા હતા તે બુરી દેવામાં આવ્યા છે. સ્વચ્છ અને સુઘડ બનાવવા પાટણ શહેરના રાજમાર્ગો ઉપર ઠેર-ઠેર તેમના સ્વાગતના બોર્ડ-હોર્ડીંગ લગાવવામાં આવ્યા છે. રાષ્ટ્ર ભકિતના ગીતો સાથે માઇક વગાડવામાં આવી રહ્યા છે. કોઇ રોડ ઉપર શાકની લારીઓ અને ગલાઓ હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે રસ્તે રખડતા પશુઓ પણ આજેગાયબ થઇ ગયા છે.

હોર્ડીંગ્સ-બોર્ડ કોઇકે તોડી નાંખતા ભારે ચર્ચાઓ

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૩ : પાટણમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે ઠેર ઠેર બોર્ડ હોર્ડિંગો લગાવવામાં આવ્યા છે. ત્યારે કેટલાક વિભાગાં આજે સવારેતે બોર્ડો તોડી નાખતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.

શહેરમાં અવનવી ચર્ચાઓ ચાલી રહી છે કહેવાય છે કે ભાજપનો અંદરો અંદરનો જુથવાદ સામે આવ્યો છે કોઇ કહે છેકે આ બીજા લોકોનું કૃત્ ય છે જે હોય તે સીસીટીવી ફુટેજમંજ સામે આવશે આ અંગે પોલીસ ફરીયાદ કરવાનું પણ વિચારાઇ રહ્યાનૂં જાણવા મળ્યું છે.

(3:55 pm IST)