Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ગાંધીધામની આંગડિયા પેઢીની એક કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો:છ આરોપીઓની ધરપકડ:તમામ મુદ્દામાલ કબજે

અમીરગઢ સહિત અલગ અલગ સ્થળો પરથી આરોપીઓને ઝડપી પાડ્યા : આરોપીઓની પૂછપરછમાં વધુ 4 લોકોના નામ પણ ખુલ્યા

ગાંધીધામની પીએમ આંગડિયા પેઢીમાં થયેલી 1 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 96 લાખની રોકડ રકમ સહિત 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમીરગઢ સહિત અલગ અલગ સ્થળો પરથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા છે. 2022થી આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો જેના માટે તેમણે રેકી પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં વધુ 4 લોકોના નામ પણ સામે આવ્યા છે જેમને શોઘખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આંગડિયા પેઢીમાં લૂંટ કરનારા 6 આરોપીઓની ધરપકડ બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.

 

(12:16 am IST)