Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

સુરતના કોસંબામાં યોજાયેલા ડાયરામાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ:પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

વાલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સાતમા પાટોત્સવ દરમિયાન આયોજિત ડાયરામાં હવામાં ફાયરીંગ કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતના વાલેસા ગામની સીમમાં આવેલા વાલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સાતમા પાટોત્સવ દરમિયાન આયોજિત ડાયરામાં હવામાં ફાયરીંગ કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા કોસંબા પોલીસ હરકતમાં આવી હતી. આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાલેસા ગામની સીમમાં આવેલા વાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સાતમા પાટોત્સવ નિમિત્તે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર ચડીને એક વ્યક્તિએ હવામાં રિવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી

આ અંગે કોસંબા પોલીસે ધાર્મિક ડાયરામાં પોતાની જિંદગી તથા બીજા જિંદગી જોખમાય એ રીતે રિવોલ્વરથી જાહેર કાર્યક્રમમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી હથિયારના દુરપયોગ બદલ નિલેશસિંહ ઉર્ફે દાદુભાઇ ફતેસિંહ ઠાકોરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:12 am IST)